Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રીટ વેન્ડર એક્ટના અમલની માંગ:વલસાડ પાલિકાએ દૂકાન બહાર શોપીસના પૂતળાં હટાવ્યા

    15 hours ago

    વલસાડમાં મેઇન રોડ પર ભરચક ટ્રાફિકવા‌‌‌‌ળા રોડને અડીને આવેલા વિસ્તારોમાં રેડીમેઇડ કપડાના શોરૂમ દ્વારા પૂતળા બહાર મુકવામાં આવતાં પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકા હદમાં ગૌરવપથ,સ્ટેશન રોડ,સ્ટેડિયમ રોડ,આઝાદ ચોક, પોલીસ ચોકી વિસ્તારોમાં શહેરના મુખ્ય માર્ગો આવેલા છે. જ્યાં શોરૂમો દ્વારા વસ્ત્રોના વેચાણ માટે દૂકાન બહાર સુધી પૂતળાંઓ મૂકવામાં આવતા હોવાનું પાલિકાને ધ્યાને આવ્યું હતું. જેને લઇ પાલિકાની ટીમે કબજે કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં પૂતળાં જપ્ત કરી ટ્રેકટરમાં ભરી લઇ લેવામાં આવ્યા હતા. બીજી તરફ અંદરના ગલીઓના રસ્તે લાઇન દોરીમાં વ્યવસાય કરતા હોકર્સને હેરાન નહિ કરવા માગ ઉઠી છે. ભીડ ભંજનની કે પેટા ગલીમાં કોઇપણ ભારે વાહનો કે વધુ ટ્રાફિક રહેતો નથી કે જેનાથી અડચણ થાય. કારણ કે આ મંદિર પાછળ રસ્તે અને જ્યાં પાલિકાએ પાડેલી લાઇન દોરીના અંદર હોકર્સો રોડની માર્જિન છોડી પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને અડચણરૂપ નહિ બનતા હૉકર્સને પાલિકા કે પોલીસ દ્વારા હેરાન નહિ કરવામાં આવે તેવી રજુઆત અખિલ ભારતીય ઉપભોક્તા સંગઠન દ્વારા ઉચ્ચ સ્તરે થઈ છે અને સ્ટ્રીટ વેન્ડર એક્ટનો ચુસ્ત અમલ માનવજાતના હિતમાં કરવા માગ થઈ છે. પાલિકાએ અચાનક કામગીરી હાથ ધરતા વેપારીઓમાં નારાજગી જોવા મળી છે.
    Click here to Read More
    Previous Article
    બસ સ્ટેન્ડ સામે વન ટેન નાસ્તા હાઉસમાં રેડ‎:હિંમતનગરમાં દુકાનમાંથી બાળ મજૂરને મુક્ત કરાવ્યો
    Next Article
    જિ.પં.માં ભાજપના 8 સભ્યો પ્રમુખ માટેની રેસમાં:પંચ.જિ.પં.માં પ્રમુખ સીટ પર રોટેશન મુજબ સામાન્ય પુરુષ ઉમેદવાર બેસશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment