Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસ સ્ટેન્ડ સામે વન ટેન નાસ્તા હાઉસમાં રેડ‎:હિંમતનગરમાં દુકાનમાંથી બાળ મજૂરને મુક્ત કરાવ્યો

    13 hours ago

    હિંમતનગરમાં બસ સ્ટેન્ડ સામે આવેલા વન ટેન નાસ્તા હાઉસ પર જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા દરોડો પાડીને ગેરકાયદે રીતે મજૂરી કરતાં બાળકને મુક્ત કરાવી સંસ્થાના માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. તા.29 એપ્રિલના રોજ શ્રમ અધિકારી સચિનકુમાર રામજીભાઇ બોદર અને તેમની ટાસ્ક ફોર્સની ટીમ, જેમાં શોપ ઇન્સ્પેક્ટર અરુણભાઈ પ્રજાપતિ અને એ.એચ.ટી. યુનિટના પ્રતિનિધિ અંજલિકુમારી શહેરમાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ તપાસમાં હતા. આ દરમિયાન બપોરે બસ સ્ટેન્ડ સામે વન ટેન નાસ્તા હાઉસમાં તપાસ કરતાં બાળક હોટલમાં કામ કરતાં મળ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે સંસ્થાના માલિક મોહમ્મદઅલી જી. ખરોડિયા (રહે. પીપોદર) દ્વારા બાળકને નિયત વેતન કરતાં ઓછું વેતન આપી વધુ કલાકો કામ કરાવી તેનું શોષણ કરાતું હતું. શ્રમ અધિકારીએ બાળકને મુક્ત કરાવી બાળ સંરક્ષણ કમિટી, હિંમતનગરને સુપ્રત કરી હિંમતનગર પોલીસ સ્ટેશનમાં બાળ મજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ, 1986ની કલમ 3 હેઠળ ગુનો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    NEETની પરીક્ષા:સાબરકાંઠા જિલ્લામાં નીટ પરીક્ષામાં ગત વર્ષ કરતાં 203 છાત્રોનો ઘટાડો
    Next Article
    સ્ટ્રીટ વેન્ડર એક્ટના અમલની માંગ:વલસાડ પાલિકાએ દૂકાન બહાર શોપીસના પૂતળાં હટાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment