Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘાતકી હત્યા:ઇડરના અંકાલા ગામે મોબાઇલ જોવા મુદ્દે નાના ભાઇએ લાકડાના ફટકા મારી મોટાની હત્યા કરી

    10 hours ago

    ઇડરના અંકાલામાં બે સગા ભાઈઓ વચ્ચે મોબાઈલ જોવા મામલે સર્જાયેલા વિખવાદમાં નાના ભાઈએ લાકડાના ફટકા મારી મોટા ભાઈની નિર્મમ હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પિતાએ નાના પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી કરી હતી. અંકાલામાં પરમાર વાસમાં રહેતા 72 વર્ષીય કાંનાભાઈ લેબાભાઈ ભાંભીના બે પુત્રો અશ્વિન (40) અને સુનિલ (35) વચ્ચે ગત તા.28-04-26ના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડાનું કારણ માત્ર એટલું જ હતું કે મોટા ભાઈ અશ્વિને સુનિલને પૂછ્યા વગર તેનો મોબાઈલ જોવા માટે લીધો હતો. આ સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા સુનિલે પિતા અને માતાની હાજરીમાં જ ઝઘડો શરૂ કર્યો હતો. માતા-પિતાએ બંનેને શાંત પાડવા પ્રયાસો કર્યા હતા અને પાડોશમાં રહેતા ભત્રીજાએ દરમિયાનગીરી કરીને વૃદ્ધ માતા-પિતાને થોડીવાર માટે પોતાના ઘરે લઈ ગયા હતા. પરંતુ કાળ રાહ જોતો હતો તેમ માતા-પિતા ઘરેથી ગયાની ગણતરીની મિનિટોમાં જ સુનિલનો ક્રોધ સીમા વટાવી ગયો હતો. તેણે ઘરમાં પડેલું બળતણનું લાકડું ઉપાડી અશ્વિન પર જીવલેણ હુમલો કરી દીધો હતો. અશ્વિનને માથાના, કપાળના અને આંખના ભાગે લાકડાના સજ્જડ ફટકા મારતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. જ્યારે માતા-પિતા દોડીને ઘરે આવ્યા ત્યારે અશ્વિન ખાટલામાં લોહીથી લથબથ હતો અને સુનિલ લાકડું લઈને ઉભો હતો. 108ના કર્મીઓએ તપાસી અશ્વિનને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો. પિતા કાંનાભાઈએ જાદર પોલીસ મથકે પોતાના જ પુત્ર સુનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુનિલની અટકાયત કરી છે. ભત્રીજો માતા-પિતાને ઘરે લઇ ગયો અને નાનો ફરી વળ્યો‎ પાડોશમાં રહેતા ભત્રીજાએ દરમિયાનગીરી કરીને વૃદ્ધ માતા-પિતાને થોડીવાર માટે પોતાના ઘરે લઈ ગયા હતા. બાદમાં ગણતરીની મિનિટોમાં જ સુનિલેઘરમાં પડેલું બળતણનું લાકડું ઉપાડી અશ્વિન પર જીવલેણ હુમલો કરી મારી નાખ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાજપના જનાધારમાં ગાબડું પડ્યું:466 પૈકી 402 બેઠકો પર ભાજપનો દબદબો પણ 16 પૈકી 13 સંસ્થામાં વોટશેરનો ઘટાડો
    Next Article
    તેરા તુજકો અર્પણ:અરવલ્લીમાં 10 ગુમ મોબાઇલ પરત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment