Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના જનાધારમાં ગાબડું પડ્યું:466 પૈકી 402 બેઠકો પર ભાજપનો દબદબો પણ 16 પૈકી 13 સંસ્થામાં વોટશેરનો ઘટાડો

    10 hours ago

    મહેસાણા : જિલ્લાની સ્થાનિક સ્વરાજની 466 બેઠકોની ચૂંટણી પહેલાં ભાજપે 85 બેઠકો બિનહિરફ જીતી લીધી હતી. ભાજપે 402 બેઠકો મેળવી, જ્યારે કોંગ્રેસ 56 બેઠકો પૂરતી રહી છે અને અન્ય પક્ષની 7 બેઠકો રહી છે. ઊંઝા તાલુકા પંચાયત અને વિસનગર નગરપાલિકામાં ભાજપે તમામ બેઠકો મેળવી વિપક્ષ મુક્ત શાસન મેળવ્યું છે. ભાજપના જનાધારમાં ગાબડું પડ્યું છે. બહુચરાજીને બાદ કરતાં બાકી રહેતી 16 પૈકી 13 સંસ્થામાં ભાજપનો વોટશેર 0.43 થી 54.65% સુધીનો ઘટ્યો છે, જ્યારે માત્ર 3 સંસ્થાઓમાં વોટશેર વધ્યો છે. બીજી તરફ 11 સંસ્થાઓમાં કોંગ્રેસનું વોટશેર વધ્યું છે. શહેર : ભાજપની 49 બેઠકો વધી, પણ વોટશેરમાં મોટું ગાબડું : કડીમાં 54.65% વોટશેર ઘટ્યો મહેસાણા મહાનગરપાલિકા અને 5 પાલિકાની કુલ 212 પૈકી 67 બિનહરિફ સાથે કુલ 188 બેઠકો ભાજપે મેળવી છે, જ્યારે 19 બેઠકો કોંગ્રેસ પાસે અને 5 બેઠકો અન્ય પાસે રહી છે. ગત ચૂંટણીમાં ભાજપ પાસે 139 બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે 19 અને અન્યની 30 બેઠકો હતી. શહેરી વિસ્તારમાં ભાજપની 49 બેઠકો વધી છે. જ્યારે કોંગ્રેસ જૈસે થેની સ્થિતિમાં રહી છે. તેમ છતાં ગત ટર્મની શહેરી ચૂંટણીની સરખામણીએ ભાજપનો વોટશેરમાં ઘટાડો નોંધાયો છે. પ્રથમ વખત પાલિકા બનેલી બહુચરાજી પાલિકાને બાદ કરતાં 5 સંસ્થાઓ પૈકી 3 માં ભાજપનો વોટશેર 0.43 થી 54.65 ટકા સુધી ઘટ્યો છે. જેમાં સૌથી મોટો ઘટાડો કડી પાલિકામાં થયો છે. અહીં.. ભાજપની 49 બેઠકો વધી, ભાજપે 36 પૈકી 28 બેઠકો બિનહરીફ જીતી છે. પરંતુ 8 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી છે. ગત ચૂંટણીમાં 76.30% ના વોટશેર સામે આ ચૂંટણીમાં ભાજપને માત્ર 21.65% મત મળ્યા છે. એટલે કે ભાજપનો વોટશેર 54.65% ઘટ્યો છે. તેની સામે કોંગ્રેસનો વોટશેર 54.65% વધ્યો છે. જ્યારે ઊંઝા અને વિજાપુરમાં 15 થી 17 ટકા વોટશેર વધ્યો છે. ગ્રામ્ય : ભાજપની 30 બેઠકો વધી પણ 11 પૈકી 10‎સંસ્થાઓમાં વોટશેર ઘટ્યો, કોંગ્રેસના મતમાં ઉછાળો‎ મહેસાણા જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતની 254 પૈકી 18‎બિનહરિફ સાથે કુલ 214 બેઠકો ભાજપે મેળવી છે, જ્યારે 37 બેકઠો‎કોંગ્રેસ પાસે અને 2 બેઠક અન્ય પાસે રહી છે. ગત ચૂંટણીમાં ભાજપ‎પાસે 184 બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે 38 અને અન્યની 06 બેઠકો‎હતી. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપની 30 બેઠકો વધી છે. જ્યારે‎કોંગ્રેસને 31 બેઠકો અને અન્યની 4 બેઠકોનું નુકસાન થયું છે. તેમ છતાં‎ગત ટર્મની ગ્રામ્ય ચૂંટણીની સરખામણીએ ભાજપનો વોટશેરમાં ઘટાડો‎નોંધાયો છે. ગ્રામ્ય મતદારો ધરાવતી 11 સંસ્થાઓમાં પૈકી 10‎સંસ્થાઓમાં ભાજપનો વોટશેર ઘટ્યો છે, જ્યારે કોંગ્રેસનો વોટશેર 9‎સંસ્થામાં વધ્યો છે. 10 સંસ્થાઓમાં ભાજપને 10 ટકાથી વધુનો વોટશેર‎ઘટ્યું છે. જેમાં સૌથી વધુ જિલ્લા પંચાયતમાં ભાજપની 30 બેઠકો વધી 37.97% અને બહુચરાજી તાલુકા પંચાયતમાં 37.18 ટકા વોટશેર ઘટ્યો છે. ભાજપને એકમાત્ર સતલાસણા તાલુકા પંચાયતમાં 9.51% નો વોટશેર વધ્યો છે. બીજી તરફ કોંગ્રેસને ઊંઝા અને ખેરાલુ તાલુકા પંચાયતમાં 3 થી 4 ટકાનો વોટશેર ઘટ્યો છે. જ્યારે જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 28.14% વોટશેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતલાસણા-2 બેઠકમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર ન હોઈ બેઠક ખાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી T20માં સૌથી ઝડપી 100 સિક્સર લગાવવાની ઉંબરે પહોંચ્યો:IPLમાં આજે રાજસ્થાન vs દિલ્હી; સીઝનમાં પહેલીવાર ટક્કર
    Next Article
    ઘાતકી હત્યા:ઇડરના અંકાલા ગામે મોબાઇલ જોવા મુદ્દે નાના ભાઇએ લાકડાના ફટકા મારી મોટાની હત્યા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment