Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:જ્યાં ભાજપની ટિકિટ કપાઈ ત્યાં જ પક્ષની પેનલો તૂટી , ત્રણ અપક્ષોએ બે વોર્ડમાં ભાજપ અને એક વોર્ડમાં કોંગ્રેસને નુકસાન કર્યું

    10 hours ago

    પાટણ નગરપાલિકાના 2026ના ચૂંટણી પરિણામોએ સત્તાધારી ભાજપ માટે ચિંતાની ઘંટડી વગાડી છે. 2021માં 44માંથી 38 બેઠકો જીતનાર ભાજપ આ વખતે માત્ર 24 બેઠકો પર સમેટાઈ ગયું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરોએ જ બળવો કરી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી ભાજપના સત્તાવાર ઉમેદવારોને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. 38 થી 24 આવી ગયું. જેમાં ખાસ કરીને વોર્ડ 3, 7 અને 9માં આંતરિક ખેંચતાણ અને ટિકિટ વિતરણની નારાજગી ભાજપને ભારે પડી છે. વોર્ડ-5માં કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલે અને વોર્ડ-10માં લાલેશ ઠક્કરના સક્રિય ભૂમિકાને લઈ આખેઆખી પેનલ જીતાડી ભાજપના ગઢના કાંગરા ખેરવી નાખ્યા છે. બીજી તરફ વોર્ડ-7 અને વોર્ડ 3 માં ભાજપના જ પૂર્વ કોર્પોરેટર ભાજપના ઉમેદવારને સરેરાશ 150 જેટલા મતોથી હરાવીને પક્ષને પોતાની તાકાત બતાવી દીધી હતી. જેથી ભાજપને ગત ટર્મની સામે આ વખતે કુલ 14 બેઠકોનો મોટો ફટકો પડ્યો છે. બેઠકોનું તુલનાત્મક પાસું ભાજપના જ ભાજપને નડ્યા મહિલા પૂર્વ કોર્પોરેટર પિંકલબેન સોલંકી છે.. સફેદ ઝબાવાળા પૂર્વે કોર્પોરેટર મોહમ્મદ ફારુકી અને કાળા શર્ટમાં રહેલ વિપુલ ઠક્કર છે.. આ ત્રણેય લોકોએ ભાજપમાં ટિકિટ માગી હતી જેમને મળી ન હતી એટલે કોંગ્રેસમાંથી લડ્યા છે. ભાજપે બે પૂર્વ કોર્પોરેટર પિનલ સોલંકી, મોહમ્મદ ફારુકીને ટિકિટ ના આપતા તેમજ વિપુલ ઠક્કરે ભાજપમાં ટીકીટ માગી હતી. ત્રણે ને ટિકિટ ના આપતા કોંગ્રેસમાંથી વોર્ડ 10 માં લડ્યા હતા. 44 કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડથી આ પેનલ જીતી હતી. તો વોર્ડ 1 સુશીલ લીમ્બાચીયા, વોર્ડ 7 ચેતના પ્રજાપતિ અને વોર્ડ 3 માં ગોપાલસિંહ રાજપુતને ભાજપે ટિકિટ આપી ના હતી. અપક્ષ લડ્યા બિલ્ડર અને પ્રદેશ નેતાના ખાસ ગણાતા ઉમેદવારને હરાવ્યા હતા. ભાસ્કર એક્સપ્લેનર: ભાજપને ટિકિટ કાપણી, આંતરિક વિવાદ અને વોર્ડની સમસ્યા નડતા બેઠકોમાં ફટકો ભાજપ ફરી સત્તામાં આવ્યું પરંતુ 38 માંથી 24 બેઠકો ઉપર પહોંચી ગયું છે. આ 14 બેઠકો ગુમાવવા પાછળ મુખ્યત્વે કારણ છેલ્લા છ મહિનાથી પાલિકામાં સત્તા પક્ષમાં ચાલેલો આંતરિક વિવાદમાં લોકોની સમસ્યાઓ દૂર ના થતા અને વિકાસના કામો અટકી પડતા લોકોમાં રોષ હતો. બીજી તરફ ભાજપ એ જે નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા તેઓ મતદારોનો વિશ્વાસ કેળવવામાં ક્યાંક અસફળ રહ્યા. અને સૌથી મોટો નુકસાન જુના કોર્પોરેટરોને વિશ્વાસમાં લીધા વિના જ તેમની ટિકિટ કાપી લેવામાં આવતા તેમનો આંતરિક નારાજગી હોય નવા ચહેરાઓને પીઠ પાછળ મદદ કરવામાં ઉદાસીનતા જોવા મળી હતી. પક્ષ ત્રણ મુખ્ય માપદંડ પર પસંદગી કરશે: રેસમાં કોણ મોખરે? (કારણ) પાલિકામાં જંગ પાટીદારોનો, અપક્ષ નડ્યો અને હાર ભાજપની થઈ વોર્ડ-1માં ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રીના નજીકના ગણાતા વિવેક પટેલને કોંગ્રેસના મહેન્દ્ર પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો છે. બંને પાટીદારોના જંગ વચ્ચે અપક્ષમાં ઊભા રહેલા એક ઉમેદવાર 2,000 જેટલા મતો લઈ જતા સીધો ફટકો ભાજપના ઉમેદવારને પડતા હાર્યા હતા. ભાજપે ટિકિટ કાપી, અપક્ષ લડી દિગ્ગજ બિલ્ડરને 128 મતે હરાવ્યા વોર્ડ-3માં ભાજપના દિગ્ગજ નેતા અને જાણીતા બિલ્ડર દિલીપ પટેલને પૂર્વ ભાજપ કોર્પોરેટર ગોપાલસિંહ રાજપૂતે માત્ર 128 મતોથી હરાવી મોટો ઉલટફેર કર્યો છે. ભાજપે તેમને ટિકિટ ના આપતા અપક્ષ લડી પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    હિટ એન્ડ રનની ઘટના‎માં કોર્ટનો ચુકાદો:કારની ટક્કરે યુવકનો પગ કચડાયો ,કોર્ટે 18.11 લાખનું વળતર આપવા હુકમ કર્યો
    Next Article
    સ્વાગત કાર્યક્રમમાં કુલ 53 પ્રશ્નો રજૂ થયા‎:જમીન માપણીના પ્રશ્ને કડીના ખેડૂતો મુખ્યમંત્રીને મળ્યા, જૂની અરજીઓ તાકીદે નિકાલ કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment