Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રનની ઘટના‎માં કોર્ટનો ચુકાદો:કારની ટક્કરે યુવકનો પગ કચડાયો ,કોર્ટે 18.11 લાખનું વળતર આપવા હુકમ કર્યો

    8 hours ago

    પાટણ જિલ્લાના કાનોસણ ગામના બે યુવકો જ્યારે અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા,ત્યારે કાળમુખી કારે તેમની જિંદગી બદલી નાખી હતી. 26 ઓક્ટોબર 2022ના રોજ ઠાકોર વિપુલજી રમેશજી અને ઠાકોર કાકુજી જયંતીજી પોતાની બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 20 વર્ષીય કાકુજીનો જમણો પગ ગંભીર રીતે કચડાઈ ગયો હતો. સારવાર દરમિયાન પ્રથમ સર્જરીમાં પંજાનો ભાગ કાપવામાં આવ્યો હતો, પરંતુ રૂઝ ન આવતા અંતે ડોક્ટરોએ કાકુજીનો જમણો પગ ઢીંચણ નીચેથી કાપી નાખવો પડ્યો હતો. માત્ર 20 વર્ષની ઉંમરે કડિયાકામ કરી ગુજરાન ચલાવતા યુવકે 60% જેટલી કાયમી દિવ્યાંગતા સહન કરવાનો વારો આવ્યો છે. પાટણ મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલે આ કેસમાં મહત્વનો ચુકાદો આપતા કાકુજી ઠાકોરને રૂ.18,11,978 અને બાઈક ચાલક વિપુલજીને રૂ.6,37,317નું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કાર ચાલક અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં રોંગ સાઈડમાં આવી ગયો હતો અને તેની આંખો અંજાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે બાઈક ચાલક પાસે લાયસન્સ નહોતું, તેમ છતાં કોર્ટે કાર ચાલકની ગંભીર બેદરકારી હોવાનું માનીને વીમા કંપનીને જવાબદાર ઠેરવી છે. અદાલતે માનવીય અભિગમ દાખવીને ભોગ બનનાર યુવકોને ન્યાય અપાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્મા હાઇવે રોડ‎ પર ગંભીર અકસ્માત:બાઇક ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં માતા, બે પુત્રી ઇજાગ્રસ્ત
    Next Article
    ભાસ્કર એનાલિસીસ:જ્યાં ભાજપની ટિકિટ કપાઈ ત્યાં જ પક્ષની પેનલો તૂટી , ત્રણ અપક્ષોએ બે વોર્ડમાં ભાજપ અને એક વોર્ડમાં કોંગ્રેસને નુકસાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment