Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મા હાઇવે રોડ‎ પર ગંભીર અકસ્માત:બાઇક ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં માતા, બે પુત્રી ઇજાગ્રસ્ત

    7 hours ago

    પાટણના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલા મશરૂવાળા કોમ્પ્લેક્સ સામે ગત રાત્રિના સમયે દર્શન કરી ઘરે પરત ફરી રહેલા એક મહિલા અને તેમની બે પુત્રીઓના એક્ટિવાને બાઇક ચાલકે અડફેટે લેતા ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પાટણના નવા સર્કિટ હાઉસ પાસે રહેતા જશોદાબેન ઠક્કર (40) ગત 28/04/2026ના રોજ સાંજે બે પુત્રીઓ ધારવી (ઉ.વ. 12) અને ફિયાંશી (ઉ.વ. 10) સાથે એક્ટિવા લઈને અઘાશીયા વીર દાદાના દર્શન કરવા અને ત્યારબાદ રાણકીવાવ ફરવા ગયા હતા. રાત્રિના આશરે 10 વાગ્યાના સુમારે પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે સર્કિટ હાઉસ જવાના વળાંક પાસે ચાણસ્મા તરફથી પૂરઝડપે આવી રહેલા બાઇક (GJ-24-AT-2741) ના ચાલકે જશોદાબેનના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આથી માતા અને બંને પુત્રીઓ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં 12 વર્ષની ધારવીને મોઢાના ભાગે ફેક્ચર થયું છે, જ્યારે 10 વર્ષની નાની બાળકી ફિયાંશીને માથામાં હેમરેજ અને પગના ભાગે ઇજાઓ પહોંચી છે. જશોદાબેનને પણ ખભા અને પગના ભાગે બેઠો માર વાગ્યો છે. આ મામલે સીટી એ-ડિવિઝન પોલીસે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Points Table Today: GT vs RCB Update Orange & Purple Cap, Runs and Wickets List
    Next Article
    હિટ એન્ડ રનની ઘટના‎માં કોર્ટનો ચુકાદો:કારની ટક્કરે યુવકનો પગ કચડાયો ,કોર્ટે 18.11 લાખનું વળતર આપવા હુકમ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment