Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાગત કાર્યક્રમમાં કુલ 53 પ્રશ્નો રજૂ થયા‎:જમીન માપણીના પ્રશ્ને કડીના ખેડૂતો મુખ્યમંત્રીને મળ્યા, જૂની અરજીઓ તાકીદે નિકાલ કરવા આદેશ

    11 hours ago

    માત્ર કડી તાલુકાના જ નહીં, પરંતુ સમગ્ર મહેસાણા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી જમીન સર્વે અને માપણીના પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતા, અંતે ગુરુવારના રોજ કડી તાલુકાના ખેડૂતો રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. શરૂઆતમાં અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને મળવા દેવાની ના પાડવામાં આવી હતી, પરંતુ ખેડૂતોની મક્કમતા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. વર્ષો જૂની સમસ્યાઓ સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ કલેક્ટર અને સંબંધિત કચેરીના અધિકારીઓને ખેડૂતોની રી-સર્વેની તમામ જૂની અરજીઓનો ત્વરિત નિકાલ કરવા કડક સૂચના આપી હતી. કચેરીઓમાં વચેટીયાઓ અને દલાલોના વધતા પ્રભાવને લઈ કડીના ખેડૂતો કિસાન સંઘના હસમુખભાઈ પટેલની આગેવાનીમાં ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈ કલેક્ટર, DILR (ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ) અને SLR (સુપરિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ) કચેરીના અધિકારીઓને નીચે મુજબના આદેશો આપ્યા છે. જિલ્લા સ્વાગત' કાર્યક્રમમાં રી-સર્વે, પોલીસ અને ONGC દ્વારા સંપાદિત કરાયેલી જમીનના વળતર સહિત કુલ 53 જેટલા કેસો રજૂ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસીસ:જ્યાં ભાજપની ટિકિટ કપાઈ ત્યાં જ પક્ષની પેનલો તૂટી , ત્રણ અપક્ષોએ બે વોર્ડમાં ભાજપ અને એક વોર્ડમાં કોંગ્રેસને નુકસાન કર્યું
    Next Article
    ઠગાઈ:રૂ. 2હજાર કરોડનું ટેન્ડર લાગ્યાનું કહીને મહેસાણાના વૃદ્ધ સાથે 65 લાખની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment