Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીઠમાં સળિયો મારી ગળે ચપ્પુ મૂક્યું, ચિકન વેચનાર યુવકને લૂંટ્યો:રીઢા ગુનેગાર 'માંજરા'ને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

    12 hours ago

    સુરતના ડીંડોલી વિસ્તારમાં નાના વેપારીઓને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવતી ગેંગ સામે પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. ડીંડોલી પોલીસે બાતમીના આધારે એક એવા રીઢા ગુનેગારને દબોચી લીધો છે જેની મોડસ ઓપરેન્ડી માત્ર નાના શ્રમિકો અને વેપારીઓને ડરાવીને લૂંટ કરવાની હતી. વિશાલ ઉર્ફે માંજરો નામનો આ શખ્સ અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની ધરપકડથી વિસ્તારના નાના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે તેની પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પીઠમાં સળિયો મારી ગળે ચપ્પુ મૂક્યું: ચિકન વેચનાર યુવકને લૂંટ્યો ઘટનાની વિગત મુજબ, ગત 28 એપ્રિલ, 2026ના રોજ સાંજે 06:45 વાગ્યાના અરસામાં ડીંડોલી પ્રિયંકા ટાઉનશીપ પાસે ખાડીના નાળા નજીક એક યુવક ચિકનનું ટેબલ રાખી પોતાનો વ્યવસાય કરી રહ્યો હતો. આ દરમિયાન જલારામ સોસાયટીમાં રહેતો રીઢો ગુનેગાર વિશાલ ઉર્ફે માંજરો રાજેન્દ્ર કુમાવત ત્યાં ઘસી આવ્યો હતો. તેણે પાછળથી વેપારીને લોખંડનો સળિયો ફટકારી, ગળાના ભાગે ચપ્પુ રાખી મોતનો ડર બતાવ્યો હતો. આરોપીએ વેપારીના ખિસ્સામાંથી રોકડા રૂ. 5,000, મોબાઈલ ફોન અને મોપેડની ચાવી ઝૂંટવી લીધી હતી અને મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને દબોચ્યો લૂંટની આ ઘટના બાદ ડીંડોલી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6), 311 અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સર્વેલન્સ સ્ટાફની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે નાના વેપારીઓને નિશાન બનાવતો માંજરો લૂંટના મુદ્દામાલ સાથે છુપાયો છે. બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ 25 વર્ષીય વિશાલ ઉર્ફે માંજરાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે નોંધાયેલા છે 16થી વધુ ગુના પકડાયેલ વિશાલ ઉર્ફે માંજરો પોલીસ ચોપડે ચઢેલો રીઢો અપરાધી છે. તેના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2017થી તે ગુનાખોરીમાં સક્રિય છે. તેની સામે અત્યાર સુધીમાં હત્યા (302), હત્યાનો પ્રયાસ (307), ગંભીર ઈજા અને લૂંટ જેવા કુલ 16 થી વધુ ગુનાઓ ડીંડોલી, ઉધના અને વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે. જેમાં વર્ષ 2026 માં પણ તેની સામે લૂંટનો ગુનો નોંધાયો હતો. તે અગાઉ અનેકવાર જેલની હવા ખાઈ ચૂક્યો છે. નાના વેપારીઓ કેમ હતા તેના નિશાને? પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ખાસ કરીને એવા નાના વેપારીઓને ટાર્ગેટ કરતો હતો જેઓ રસ્તાની બાજુમાં લારી-ગલ્લા ચલાવતા હોય. આવા વેપારીઓ એકલા હોય ત્યારે તેમને હથિયાર બતાવી લૂંટવા સહેલા હોવાથી તે આ મોડસ ઓપરેન્ડી અપનાવતો હતો. તેની દહેશતને કારણે અનેક નાના વેપારીઓ અગાઉ ફરિયાદ કરતા પણ ડરતા હતા. ડીંડોલી પોલીસે તેની કડક પૂછપરછ કરી અન્ય કેટલી લૂંટમાં તેની સંડોવણી છે તે દિશામાં તપાસ તેજ કરી છે. મોપેડ, મોબાઈલ અને ચપ્પુ સહિતનો મુદ્દામાલ કબજે પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલું 01 મોપેડ (કિંમત રૂ. 50,000), 02 મોબાઈલ ફોન (કિંમત રૂ 7,000), રોકડા રૂપિયા 2,600 અને ગુનામાં વપરાયેલું 01 તીક્ષ્ણ ચપ્પુ કબજે કર્યું છે. આમ, કુલ રૂ. 59,600 નો મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીની ધરપકડ બાદ હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે તેને લૂંટના નાણાં ક્યાં ખર્ચ્યા હતા અને તેની સાથે અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ?
    Click here to Read More
    Previous Article
    ઘરેબેઠા 5 લાખથી વધુ પેન્શનરોને મોટી રાહત:1 મે થી 31 જુલાઈ સુધી પોસ્ટમેન કરશે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી) તૈયાર
    Next Article
    મનપામાં દીવા તળે અંધારું!:68 વર્ષના નિવૃત્ત સિટી એન્જિનિયરે આઉટસોર્સિંગ 15 યુવા એન્જિનિયરોને ઘરભેગા કર્યા, આખો દિવસ કામ કરાવ્યું ને સાંજે આદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment