Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરેબેઠા 5 લાખથી વધુ પેન્શનરોને મોટી રાહત:1 મે થી 31 જુલાઈ સુધી પોસ્ટમેન કરશે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી) તૈયાર

    11 hours ago

    ગુજરાત સરકારએ રાજ્યના પેન્શનરો માટે સુવિધાજનક અને સમય બચાવતી મહત્વપૂર્ણ પહેલ કરી છે. હવે નિવૃત્ત પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી કે અન્ય કચેરીઓમાં જવાની જરૂર નહીં રહે. 1 મેથી 31 જુલાઈ, 2026 દરમિયાન પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો સીધા પેન્શનરોના ઘરે જઈને નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપશે. 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (MOU) હેઠળ આ સેવા શરૂ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને રાજ્યના પૈસા સચિવ સંદીપ કુમારની હાજરીમાં કરાર થયો હતો. આ પહેલથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે. આ સેવા હેઠળ પોસ્ટમેન પેન્શનરોના ઘરે જઈને ફેસ ઓથેન્ટિકેશન અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ટેક્નોલોજી દ્વારા જીવન પ્રમાણપત્ર તૈયાર કરશે. સમગ્ર પ્રક્રિયા થોડા જ મિનિટોમાં પૂર્ણ થશે અને તેની ડિજિટલ નકલ પેન્શન કચેરી સુધી પહોંચાડી આપવામાં આવશે. આ પ્રક્રિયા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત ‘જીવન પ્રમાણ’ એપ્લિકેશન મારફતે કરવામાં આવે છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ખાસ કરીને દૂરના અને ગ્રામિણ વિસ્તારોમાં રહેતા પેન્શનરોને સરળ અને સગવડયુક્ત સેવા પૂરી પાડવાનો છે. ગયા વર્ષે પણ ગુજરાતમાં 93 હજારથી વધુ પેન્શનધારકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે આ સેવા લીધી હતી, જેમાંથી 62 હજારથી વધુ લોકોએ ઘરે બેઠા લાભ મેળવ્યો હતો. પેન્શનધારકો વેબસાઈટ પરથી લાઈફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના અધિકારીઓ મુજબ, પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર બનાવવા માટે આધાર નંબર, મોબાઇલ નંબર અને PPO નંબર પોસ્ટમેનને આપવો પડશે. પ્રમાણપત્ર તૈયાર થયા બાદ પેન્શનરને SMS દ્વારા પ્રમાણ આઈડી મળશે, જેના આધારે તેઓ ઓનલાઈન પ્રમાણપત્ર ડાઉનલોડ પણ કરી શકશે. પેન્શનધારકો પોતાના જીવન પ્રમાણપત્રને સત્તાવાર વેબસાઇટ https://jeevanpramaan.gov.in/ppouser/login પર જઈને સરળતાથી ડાઉનલોડ કરી શકશે. રાજ્ય બહાર રહેતા ગુજરાતના પેન્શનરો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. તેઓએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવો રહેશે. આ ઉપરાંત, આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી દ્વારા પેન્શનરો ઘરે બેઠા જ પોતાના ખાતામાંથી પેન્શનની રકમ પણ ઉપાડી શકશે. આ પહેલ પેન્શનરોને અનાવશ્યક દોડધામમાંથી મુક્તિ અપાવશે અને “બેંકિંગ સેવાઓ તમારા દ્વાર”ના વિઝનને વાસ્તવિક રૂપ આપશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વેપારીની આંખમાં મરચૂં નાખી હુમલો, CCTV:મહિલા સહિત 3 લોકો જાહેરમાં ધોકા અને અન્ય હથિયારો લઈ તૂટી પડ્યા, વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
    Next Article
    પીઠમાં સળિયો મારી ગળે ચપ્પુ મૂક્યું, ચિકન વેચનાર યુવકને લૂંટ્યો:રીઢા ગુનેગાર 'માંજરા'ને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment