Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપામાં દીવા તળે અંધારું!:68 વર્ષના નિવૃત્ત સિટી એન્જિનિયરે આઉટસોર્સિંગ 15 યુવા એન્જિનિયરોને ઘરભેગા કર્યા, આખો દિવસ કામ કરાવ્યું ને સાંજે આદેશ આપ્યો

    12 hours ago

    રાજ્યના વહીવટી તંત્રના નાક નીચે આવેલી ગાંધીનગર મહાનગરપાલિકામાં નિયમોના લીરેલીરા ઉડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મનપાના વહીવટી તંત્રમાં એક દાયકાથી પણ વધુ સમયથી અડીંગો જમાવીને બેઠેલા નિવૃત્ત સિટી એન્જિનિયરે રાતોરાત 15 જેટલા આઉટસોર્સિંગ યુવા એન્જિનિયરોને નોકરીમાંથી છૂટા કરી દેતા ખળભળાટ મચી ગયો છે. નવાઈની વાત એ છે કે, જે અધિકારીએ આ યુવાનોને છૂટા કર્યા છે તેઓ પોતે જ સરકારના તમામ નિયમોને નેવે મૂકીને હોદ્દા પર ચીટકી રહ્યા છે. આખો દિવસ કામ કરાવી સાંજે ઘરભેગા કર્યા ગાંધીનગર મનપામાં આજે 30મી એપ્રિલની સાંજ 15 યુવા એન્જિનિયરો માટે કાળી સાબિત થઈ હતી. આખો દિવસ આ યુવા એન્જિનિયરો પાસે કામ કરવામાં આવ્યું હતું. બાદમાં સાંજ પડતા જ સિટી એન્જિનિયર ભરત પંડ્યાએ આ તમામ યુવાનોને પોતાની કચેરીમાં બોલાવીને રૂબરૂમાં જણાવી દીધું હતું કે, આજે તમારી નોકરીનો છેલ્લો દિવસ છે. આ યુવાનો છેલ્લા ઘણા સમયથી આઉટસોર્સિંગના માધ્યમથી મનપામાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા. કોઈ પણ પૂર્વ સૂચના વગર અચાનક લેવાયેલા આ નિર્ણયથી હાલમાં એન્જિનિયરોમાં ભારે રોષ અને લાચારી જોવા મળી રહી છે.ગાંધીનગર મનપામાં દીવા તળે અંધારું જેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારી નિવૃતિ વયમર્યાદાનો ભંગ કરીને હોદ્દા પર યથાવત કેમકે સિટી એન્જિનિયર ભરત પંડ્યા પોતે નિવૃત્તિ બાદ છેલ્લા 10 વર્ષથી આઉટસોર્સિંગના ધોરણે ફરજ બજાવી તગડો પગાર - સુવિધાઓ મેળવી રહ્યા છે. સરકારી નિયમ મુજબ નિવૃત્તિ પછીની નોકરીમાં વય મર્યાદા 62 વર્ષની હોય છે પરંતુ, ભરત પંડ્યા 68 વર્ષ વટાવી ચૂક્યા હોવા છતાં હજુ પણ હોદ્દા પર કાયમ છે. આ મામલે શહેરી વિકાસ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમને છૂટા કરવા માટે અનેકવાર લેખિત સૂચનાઓ અપાઈ છે, તેમ છતાં આ અધિકારી સામે ગાંધીનગર મનપાનું વહીવટી તંત્ર નતમસ્ત હોય તેમ જણાય છે. મનપાના વહીવટમાં આ અધિકારીનું વર્ચસ્વ એટલું છે કે સિટી એન્જિનિયર (સિવિલ)ની કાયમી ભરતીની પ્રક્રિયા પણ હાથ ધરાતી નથી. વય મર્યાદા વટાવી ચૂકેલા અધિકારીઓ યુવાનોની આજીવિકા છીનવી રહ્યા છે અગાઉ માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની આ પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી હતી.પરંતુ વહીવટી કાવાદાવા કરીને તેમને આ હોદ્દો સંભાળવા દેવાયો ન હતો. પરિણામે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ બદલાયા પણ સિટી એન્જિનિયર પોતાના સ્થાન પર અડગ રહ્યા છે.એક તરફ સરકાર બેરોજગારી દૂર કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ વય મર્યાદા વટાવી ચૂકેલા અધિકારીઓ યુવાનોની આજીવિકા છીનવી રહ્યા છે, જે ગાંધીનગરના રાજકીય અને વહીવટી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે સિટી એન્જિનિયર ભરત પંડ્યાએ જણાવ્યું કે, વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આઉટ સોર્સના 15 એન્જિનિયરોને છુટ્ટા કરાયા છે. કેમ કે કાયમી ભરતીના 22 એન્જિનિયરો આવી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    પીઠમાં સળિયો મારી ગળે ચપ્પુ મૂક્યું, ચિકન વેચનાર યુવકને લૂંટ્યો:રીઢા ગુનેગાર 'માંજરા'ને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
    Next Article
    दक्षिण के साथ नाइंसाफ़ी क्यों? आबादी के आधार पर प्रतिनिधित्व कम क्यों?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment