Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના બે બનાવ:ગૃહ કલેશથી કંટાળી યુવકે ઝેરી દાવા પીધી, છૂટાછેડા બાદ પણ કંકાસ રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    2 days ago

    રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક તણાવને લગતી વિવિધ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે યુવાનોએ કૌટુંબિક કંકાસના કારણે આત્મહત્યા કરી છે, જ્યારે પત્નીની હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહેલા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઉપરાંત સગીરાના અપહરણ અને આઈપીએલ પર સટ્ટાના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કૌટુંબિક ક્લેશમાં બે યુવાનોના આપઘાત રાજકોટના આજીડેમ પોલીસ મથક હેઠળ આત્મહત્યાના બે બનાવો નોંધાયા છે. 35 વર્ષીય પ્રવિણ મનસુખભાઈ ચૌહાણે પત્ની સાથેના ઝઘડા બાદ આવેશમાં આવી ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું છે. પ્રવિણભાઈ વ્યવસાયે કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે. જ્યારે 27 વર્ષીય અજય ડાયાભાઈ મકવાણાએ પત્ની સાથે છૂટાછેડા થયા બાદ પણ સતત ચાલતા કંકાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જેલના કેદીનું બીમારીના કારણે મોત વર્ષ 2021માં પત્નીની હત્યાના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા 71 વર્ષીય જીવરાજભાઈ જાદવભાઈ રાઠોડનું બીમારીના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તેઓ ગારીયાધારના માંગુકા ગામના વતની હતા. 15 વર્ષની સગીરાનું અપહરણ ચુનારાવાડ વિસ્તારની 15 વર્ષની સગીરા ગત 28 એપ્રિલથી ગુમ થતા થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરાની માતાએ પાડોશમાં રહેતા અરૂણ અજયભાઇ સરવૈયા વિરુદ્ધ દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી જવાની ફરિયાદ નોંધાવી છે. ક્રિકેટ સટ્ટા પર પોલીસનો દરોડો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બાલાજી હોલ પાસે આવેલી 'ખોડલ મોબાઈલ ઝોન' નામની દુકાન પર દરોડો પાડી આઈપીએલ મેચ પર સટ્ટો રમી રહેલા વેપારી બંસી મનસુખ ડાવરાની ધરપકડ કરી છે. પોલીસને આરોપીના મોબાઈલમાંથી ઓનલાઈન આઈડી દ્વારા જુગાર રમાતો હોવાના પુરાવા મળ્યા છે. આ તમામ ઘટનાઓમાં આજીડેમ, થોરાળા અને પ્રદ્યુમનનગર પોલીસે ગુના નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં રામદેવ કથાનો છઠ્ઠો દિવસ:રાધેકૃષ્ણ બાપુએ સમાધિ, હરભુજી મિલન પ્રસંગ વર્ણવ્યો
    Next Article
    જાસલ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી:ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી સદનસીબે મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment