Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાસલ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી:ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી સદનસીબે મોટી જાનહાનિ ટળી

    10 hours ago

    રાજકોટ શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. જેમાં શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા જાસલ કોમ્પ્લેક્સમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. કોમ્પ્લેક્સમાં રહેલા વાયરિંગમાં અચાનક સ્પાર્ક થતા આગ લાગી હતી, જે જોતજોતામાં પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક દોડી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત વિગત મુજબ જાસલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ તકે વોર્ડ નં.1 ના નવનિયુક્ત કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા પણ સ્થળ પર દોડયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જોકે ફાયર બ્રિગેડની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી, જેના પરિણામે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલમાં કોમ્પ્લેક્સમાં કુલ નુકસાનનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર વ્યાપારિક સંકુલોમાં ફાયર સેફ્ટી અને વાયરિંગની તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પેન્શનરોને મોટી રાહત, હવે ઘરે બેઠા જ થશે હયાતીની ખરાઈ રાજકોટ જિલ્લાના પેન્શનરો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વરિષ્ઠ નાગરિકોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટે બેંકો કે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. "સરકાર પેન્શનરને દ્વાર" અભિગમ હેઠળ, હવે પેન્શનરો ઘરે બેઠા જ ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા મેળવી શકશે. ગુજરાત સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ, રાજકોટ જિલ્લામાં આ સુવિધાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. પેન્શન ચુકવણી અધિકારી પી.એમ. જાડેજાએ જણાવ્યું છે કે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા તૈયાર કરવામાં આવેલી "જીવન પ્રમાણ" એપ્લિકેશન માધ્યમથી પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો પેન્શનરોના ઘરે રૂબરૂ જઈને બાયોમેટ્રિક ખરાઈ કરશે. આ ઝુંબેશ આગામી 2 મે, 2026 થી લઈ 31 જુલાઈ, 2026 સુધી ચલાવવામાં આવશે. આ માટે પેન્શનરોએ માત્ર પોતાનો આધાર નંબર, મોબાઈલ નંબર અને PPO નંબર તૈયાર રાખવાનો રહેશે. ડિજિટલ બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ થતા પેન્શનરના મોબાઈલ પર એસ.એમ.એસ. દ્વારા 'પ્રમાણ આઈડી' મોકલવામાં આવશે. આ સાથે જ હયાતીની ડિજિટલ નકલ ઓટોમેટિક પેન્શન ઓફિસ સુધી પહોંચી જશે. રાજકોટના અંદાજે 30,000 થી વધુ પેન્શનરોને આ નવી વ્યવસ્થાનો સીધો લાભ મળશે. પેન્શનરો જીવન પ્રમાણની સત્તાવાર વેબસાઈટ પરથી પોતાનું પ્રમાણપત્ર ડાઉનલોડ પણ કરી શકશે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને અશક્ત અને વૃદ્ધ પેન્શનરોને કચેરીઓની લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. જનસંઘના સ્થાપકના પત્ની મધુબેન શુક્લનું 97 વર્ષની વયે નિધન રાજકોટ જનસંઘના સ્થાપક સભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વ. ચીમનભાઈ શુક્લ (ચીમનકાકા)ના ધર્મપત્ની મધુબેન શુક્લનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી રાજકોટના રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મધુબેન શુક્લનું નિધન તેમના નિવાસસ્થાને જ થયું હતું, જ્યાંથી સાંજે 6.30 વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં ભાજપના અનેક નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ. મધુબેન શુક્લ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ ચીમનભાઈ શુક્લના ધર્મપત્ની હોવાની સાથે રાજકીય અને સામાજિક રીતે જોડાયેલા પરિવારના મોભી હતા. તેઓ કૌશિકભાઇ શુકલ (ટ્રસ્ટી-વિવિપી એન્જિનિયરિંગ કોલેજ), કશ્યપભાઈ શુક્લ (અમદાવાદ ગ્રામ્ય પ્રભારી), નેહલભાઈ શુક્લ (કોર્પોરેટર વોર્ડ 7) અને કાશ્મીરાબેન નથવાણી (ભાજપ મહિલા અગ્રણી)ના માતુશ્રી હતા. આ ઉપરાંત, તેઓ રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વ. અભ્યભાઈ ભારદ્વાજ અને ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના બહેન હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:ગૃહ કલેશથી કંટાળી યુવકે ઝેરી દાવા પીધી, છૂટાછેડા બાદ પણ કંકાસ રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    Next Article
    Aditya Dhar ‘unaffected’ by Dhurandhar’s Rs 3,000 cr success, says Yami Gautam: ‘Nothing changed us’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment