Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં રામદેવ કથાનો છઠ્ઠો દિવસ:રાધેકૃષ્ણ બાપુએ સમાધિ, હરભુજી મિલન પ્રસંગ વર્ણવ્યો

    20 hours ago

    મોડાસાના રામેશ્વર કંપામાં ચાલી રહેલી શ્રી રામદેવ માનસ ભક્તિ કથાનો છઠ્ઠો દિવસ અત્યંત આધ્યાત્મિક શિખરે પહોંચ્યો હતો. મહંત રાધેકૃષ્ણ બાપુના વ્યાસપીઠેથી ભગવાન રામદેવજીના જીવનના પ્રભાવશાળી અને ચમત્કારિક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું. આજના દિવસે સમાધિ અને હરભુજી સાથેના મિલન પ્રસંગે શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા. બાપુએ ભગવાન રામદેવજી મહારાજ દ્વારા લેવામાં આવેલી જીવંત સમાધિના હૃદયસ્પર્શી પ્રસંગનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે રામદેવજી સમાધિ લે તે પહેલાં તેમના અનન્ય ભક્ત ડાલીબાઈએ પૂર્વ નિર્ધારિત જગ્યાએ પોતાની ભક્તિના પ્રતીક રૂપે સમાધિ લીધી હતી. પ્રભુએ લોકકલ્યાણ અર્થે સમાધિ ગ્રહણ કરી હતી, જેનું જીવંત વર્ણન બાપુએ પોતાની શૈલીમાં રજૂ કર્યું હતું. સમાધિ બાદ ભગવાન રામદેવજીના માસિયાઈ ભાઈ હરભુજી સાંખલા સાથેના અદ્ભુત મિલનનો પ્રસંગ પણ વર્ણવવામાં આવ્યો. બાપુએ જણાવ્યું કે સમાધિ લીધા પછી પણ ભગવાન રામદેવજીએ હરભુજીને રસ્તામાં દર્શન આપી, તેમને ભેટ આપી હતી. આ પ્રસંગ ભગવાને ભક્ત માટે કરેલા યોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેનાથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. કથા રસપાન કરાવતાં બાપુએ ભગવાન રામદેવજીની ૧૬ કલા વિશે વિસ્તૃત સમજ આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મનુષ્ય જીવન માત્ર ભોગ-વિલાસ માટે નથી, પરંતુ આત્મકલ્યાણ અને પરમાત્માની પ્રીતિ મેળવવા માટે છે. સંસારમાં રહીને પણ માનવી પોતાના કર્તવ્યોનું પાલન કરી પ્રભુ કૃપા પામી શકે છે. આ કથા 'અલખનો ઓટલો' દ્વારા આયોજિત કરવામાં આવી છે. રામેશ્વર કંપાના ભક્તિમય વાતાવરણમાં ચાલી રહેલી આ જ્ઞાનગંગામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુવારે રાતે રાધેકૃષ્ણ બાપુના રામપરા આશ્રમમાં રિતિકા દીદીના સાનિધ્યમાં યોજાયેલ ભગવાન રામદેવજીનો જ્યોત પાઠ પણ હજારો ભક્તોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. પૂજ્ય બાપુએ ગુરુનો અને સત્સંગ મહિમા વર્ણવતા કહ્યું કે સાચા સંતોનો સંગ અને સત્સંગ કુવિચારોને દૂર કરી હૃદયમાં શાંતિ સ્થાપે છે.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરવાની ધમકી:લગ્નની લાલચ આપી સગાઈ તોડાવવા દબાણ કરનાર પરિણીત શખસ સામે ફરિયાદ
    Next Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:ગૃહ કલેશથી કંટાળી યુવકે ઝેરી દાવા પીધી, છૂટાછેડા બાદ પણ કંકાસ રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment