Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરવાની ધમકી:લગ્નની લાલચ આપી સગાઈ તોડાવવા દબાણ કરનાર પરિણીત શખસ સામે ફરિયાદ

    19 hours ago

    ચાણસ્મા તાલુકાના એક ગામની સગીરા પર દુષ્કર્મ આચરવા અને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપવા બદલ કકાસણ ગામના રિક્ષાચાલક રણજીત મેઘાજી ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ સગીરાની સગાઈ તોડાવવા માટે બ્લેકમેલ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત મુજબ, ધોરણ 9 સુધી અભ્યાસ કરનાર સગીરા તેની માતા સાથે લગ્ન પ્રસંગોમાં પીરસવા જતી હતી. આ દરમિયાન કકાસણ ગામનો રિક્ષાચાલક રણજીત મેઘાજી ઠાકોર પીરસવા આવતા લોકોને લેવા-મૂકવા આવતો હોવાથી તેની સાથે સગીરાનો પરિચય થયો હતો. રણજીતે પોતે પરણેલો હોવા છતાં પત્નીને છૂટાછેડા આપી સગીરાને પત્ની તરીકે રાખવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. આશરે એકાદ વર્ષ અગાઉ આરોપી રણજીતે સગીરાને બોલાવી નજીકની ઝાડીઓમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ સમયે આરોપીએ સગીરાના વાંધાજનક ફોટા પણ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. આ ઘટના બાદ સગીરાની માતાએ તેની સગાઈ એક ગામ ખાતે નક્કી કરી હતી. આ વાતની જાણ થતા રણજીતે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને સગાઈ ન તોડે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આશરે બે માસ અગાઉ ફરીથી આરોપીએ સગીરાને બોલાવી રિક્ષામાં ઘરનાળા નીચે લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ સમયે સગીરાના પિતા ત્યાં આવી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપીના સતત ત્રાસ અને ફોટા વાયરલ થવાના ડરને કારણે સગીરાએ પોતાની સગાઈ તોડી નાખી હતી. ત્યારબાદ જ્યારે સગીરાએ લગ્ન કરવાનું કહેતા આરોપીએ પોતાની પત્નીને છૂટું આપવાની ના પાડી દીધી. અંતે, સગીરાએ તેની માતા અને અન્ય પરિચિતો સાથે પોલીસ મથકે પહોંચી રણજીત ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રનાં શ્રદ્ધાળુઓની હાલાકી દૂર થશે ?:રાજકોટથી હરિદ્વાર જવા માટે દૈનિક ટ્રેન શરૂ કરવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ, મુખ્યમંત્રી-કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરાઈ
    Next Article
    મોડાસામાં રામદેવ કથાનો છઠ્ઠો દિવસ:રાધેકૃષ્ણ બાપુએ સમાધિ, હરભુજી મિલન પ્રસંગ વર્ણવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment