Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રનાં શ્રદ્ધાળુઓની હાલાકી દૂર થશે ?:રાજકોટથી હરિદ્વાર જવા માટે દૈનિક ટ્રેન શરૂ કરવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ, મુખ્યમંત્રી-કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરાઈ

    18 hours ago

    રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના લાખો લોકો માટે હરિદ્વાર અને ઋષિકેશ માત્ર પ્રવાસન સ્થળો નથી, પરંતુ અતૂટ શ્રદ્ધાના કેન્દ્રો છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે ઉત્તરાખંડની યાત્રા કરે છે. જોકે, આ આસ્થાની સફરમાં રેલ્વે સુવિધાનો અભાવ અત્યારે એક મોટો અવરોધ બની રહ્યો છે. રાજકોટથી હરિદ્વાર જવા માટે હાલમાં માત્ર એક જ સાપ્તાહિક ટ્રેન 'ઓખા-દેહરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસ' ઉપલબ્ધ છે. આ મર્યાદિત કનેક્ટિવિટીને કારણે મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ થઈ ગયું છે. ટ્રેનોમાં લાંબુ વેઇટીંગ લિસ્ટ અને મુસાફરોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં રાજકોટથી હરિદ્વાર માટે દૈનિક ડાયરેક્ટ ટ્રેન સેવા તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરાઈ છે. વર્તમાન પરિસ્થિતિમાં સીધી ટ્રેન સેવાના અભાવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જે મુસાફરોને સાપ્તાહિક ટ્રેનમાં ટિકિટ નથી મળતી, તેમણે કનેક્ટિંગ ટ્રેનોનો સહારો લેવો પડે છે. આ દરમિયાન મુસાફરોને 2 થી 3 અલગ-અલગ જગ્યાએ ગાડીઓ બદલવી પડે છે અથવા તો મોડી રાત્રે અમદાવાદ જઈ ત્યાંથી ટ્રેન પકડવી પડે છે. આ પ્રક્રિયામાં મુસાફરોના સમય અને નાણાં બંનેનો મોટો વ્યય થાય છે. સૌથી વધુ મુશ્કેલી વયોવૃદ્ધો, બીમાર વ્યક્તિઓ, બાળકો અને મહિલાઓને પડી રહી છે. સામાન સાથે વારંવાર પ્લેટફોર્મ બદલવા અને ટ્રેનોની રાહ જોવામાં યાત્રાનો આનંદ પણ કષ્ટમાં ફેરવાઈ જાય છે. રાજકોટ સૌરાષ્ટ્રનું આર્થિક અને શૈક્ષણિક હબ હોવા છતાં, હજુ સુધી તેને એક પણ દૈનિક ટ્રેન મળી નથી, જે ખૂબ અન્યાયકર્તા છે. આની સરખામણીએ ભાવનગર જેવા પ્રમાણમાં નાના શહેર પાસે હરિદ્વાર માટે કુલ 3 ડાયરેક્ટ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે રાજકોટના સ્થાનિકો અને વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુસાફરોની સુવિધા માટે 4 મહત્વના વિકલ્પો સૂચવવામાં આવ્યા છે. પ્રથમ, હાલમાં જે સાપ્તાહિક 'ઉતરાંચલ એક્સપ્રેસ' ચાલે છે તેને દૈનિક ધોરણે ચલાવવામાં આવે. બીજું, જો તાત્કાલિક દૈનિક ટ્રેન શક્ય ન હોય તો વચગાળાની રાહત તરીકે આ ટ્રેનની ફ્રિકવન્સી સપ્તાહમાં 3 દિવસ કરવામાં આવે. ત્રીજો અને અત્યંત વ્યવહારુ વિકલ્પ છે કે અમદાવાદ અને હરિદ્વાર વચ્ચે દોડતી લોકપ્રિય 'યોગા એક્સપ્રેસ'ને રાજકોટ સુધી લંબાવવામાં આવે. આનાથી રેલ્વે તંત્ર પર વધારાના રોલિંગ સ્ટોકનો બોજ પણ નહીં પડે અને રાજકોટને સીધી કનેક્ટિવિટી મળશે. ચોથા વિકલ્પ તરીકે રાજકોટથી હરિદ્વાર માટે એક સંપૂર્ણ નવી ડેલી એક્સપ્રેસ ટ્રેન ફાળવવાની માંગ કરવામાં આવી છે. વી.પી. વૈષ્ણવે પોતાની રજૂઆતમાં ભારપૂર્વક જણાવ્યું છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે. માત્ર રાજકોટ શહેર જ નહીં, પરંતુ આસપાસના જામનગર, મોરબી, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના લોકો પણ ટ્રેન પકડવા માટે રાજકોટ પર નિર્ભર હોય છે. હરિદ્વાર સાથેની કનેક્ટિવિટી વધારવાથી માત્ર ધાર્મિક પ્રવાસનને જ નહીં, પરંતુ પર્યટન ક્ષેત્રે પણ વેગ મળશે. ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર વચ્ચેના વેપાર સંબંધો પણ વધુ મજબૂત બનશે. શ્રદ્ધાળુઓની આસ્થા અને મુસાફરોની સુવિધાને અગ્રતા આપીને રેલ્વે મંત્રાલય અને રાજ્ય સરકાર આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવે અને વહેલી તકે નવી ટ્રેનની જાહેરાત કરે તેવી સમગ્ર સૌરાષ્ટ્રની જનતાની અપેક્ષા છે. જો આ માંગણી સંતોષવામાં આવશે, તો તે લાખો યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં અખાદ્ય ચીજો વેચનારાઓ સામે લાલ આંખ:મહાનગર પાલિકાની ફૂડ શાખાએ એક માસમાં 329 એકમો ફંફોસ્યા, શંકાસ્પદ પનીર સહિત 72 નમૂના લેબમાં મોકલાયા
    Next Article
    સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરવાની ધમકી:લગ્નની લાલચ આપી સગાઈ તોડાવવા દબાણ કરનાર પરિણીત શખસ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment