Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં અખાદ્ય ચીજો વેચનારાઓ સામે લાલ આંખ:મહાનગર પાલિકાની ફૂડ શાખાએ એક માસમાં 329 એકમો ફંફોસ્યા, શંકાસ્પદ પનીર સહિત 72 નમૂના લેબમાં મોકલાયા

    17 hours ago

    ગાંધીનગરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમો સામે મહાનગર પાલિકાએ એપ્રિલ માસ દરમિયાન સઘન ઝુંબેશ ચલાવી છે. ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં ઠંડા પીણાં અને ફળોનું વેચાણ વધતા, ફૂડ સેફ્ટી શાખાએ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા સમગ્ર શહેરમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ એક માસના ગાળામાં તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાંચ શંકાસ્પદ પનીરના સેમ્પલો સહિત કુલ 72 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરી પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. મનપાની ફૂડ શાખાએ લાલ આંખ કરી ઉનાળાની આકરી ગરમીમાં ઠંડા પીણાં અને ફળોની માગ વધતા, તેનો ગેરલાભ ઉઠાવી હલકી ગુણવત્તાનો સામાન પધરાવતા એકમો સામે મનપાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે.વધતા તાપમાનને કારણે નાગરિકો શેરડીનો રસ, ફ્રૂટ જ્યુસ અને બરફના ગોળા જેવી ચીજવસ્તુઓનો વધુ ઉપયોગ કરતા હોય છે. આ બાબતે સતર્કતા દાખવીને મહાનગરપાલિકાની ટીમે શેરડીના રસનું વેચાણ કરતી 30 પેઢીઓ અને 25 જેટલા બરફના ગોળાના સેન્ટરો પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત 20 ફ્રૂટ જ્યુસ સેન્ટર અને 15 તરબૂચ વેચતી પેઢીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. તમામ વેચાણકર્તાઓને શુદ્ધ બરફ અને તાજા ફળોનો ઉપયોગ કરવા તેમજ સ્ટોલની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે પણ સ્થળ પર જ કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પનીરની ગુણવત્તા બાબતે 5 શંકાસ્પદ નમૂનાઓ લેબમાં મોકલાયા તદુપરાંત શહેરમાં ચાલી રહેલી પનીર અને એનાલોગ પનીર ડ્રાઈવ અંતર્ગત પણ ફૂડ શાખાએ એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં અંદાજે 35 જેટલી નામી-અનામી રેસ્ટોરેન્ટ અને હાઈવે પરના ધાબાની મુલાકાત લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પનીરની ગુણવત્તા બાબતે 5 શંકાસ્પદ નમૂનાઓ મળી આવતા તેને લેબમાં મોકલાયા છે. જો આ રિપોર્ટ ફેઈલ આવશે તો સંબંધિત સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન ખાસ કરીને હોટલ અને રેસ્ટોરેન્ટ સંચાલકોને અસલી પનીર અને એનાલોગ પનીર વચ્ચેના ભેદ વિશે સમજણ આપીને ગ્રાહકોની જાણકારી માટે ડિસ્પ્લે બોર્ડ લગાવવા પણ તાકીદ કરાઈ છે. સરપ્રાઇઝ ચેકીંગ ચાલુ રાખવાનો દાવો કરાયો આમ કુલ 76 જેટલા સ્ટ્રીટ ફૂડ વેન્ડરને ત્યાં પનીરની સ્થળ પર જ ચકાસણી કરીને નાગરિકોના હિતમાં કડક વલણ અપનાવાયું છે. મહાનગરપાલિકાની આ ઝુંબેશને કારણે શુદ્ધ ખોરાક બાબતે બેદરકારી દાખવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે ફૂડ સેફ્ટી શાખા ધ્વારા નોનવેજ હાટડીઓ સામે આંખ આડા કાન કરી લીધા હોવાનો ગણગણાટ શરૂ થયો છે. ત્યારે ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે આગામી દિવસોમાં પણ સરપ્રાઇઝ ચેકીંગ ચાલુ રાખવાનો દાવો કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    હોટલ શિવામાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ:સંચાલક અને મેનેજરની ધરપકડ, મુંબઈ, મેઘાલય, ઉત્તરાખંડની ચાર યુવતીઓ મળી આવી
    Next Article
    સૌરાષ્ટ્રનાં શ્રદ્ધાળુઓની હાલાકી દૂર થશે ?:રાજકોટથી હરિદ્વાર જવા માટે દૈનિક ટ્રેન શરૂ કરવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ, મુખ્યમંત્રી-કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment