Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરા પાલિકાની સભામાં વિપક્ષનો હોબાળો:બજેટ જોગવાઈ વિના નવા કામો ઉમેરાયાનો આક્ષેપ

    14 hours ago

    બીલીમોરા નગરપાલિકાની સામાન્ય સભામાં કરોડોના વિકાસકામોના એજન્ડા પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે શાસક પક્ષ પર બજેટના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. વિવાદનું મુખ્ય કેન્દ્ર વિકેન્દ્રિત આયોજનની ગ્રાન્ટ રહ્યું હતું. વિપક્ષી સભ્યોએ દાવો કર્યો હતો કે, સરકારે વિકેન્દ્રિત આયોજન હેઠળ રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવી હતી, પરંતુ બજેટમાં માત્ર રૂ. 37 લાખના કામો જ દર્શાવવામાં આવ્યા છે. આ રૂ. 13 લાખના તફાવતને લઈને સભામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. નગરપાલિકાના સદસ્ય મલંગ કોલીયાએ બજેટના નિયમોના ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ગયા મહિને તૈયાર કરાયેલા બજેટની અવગણના કરવામાં આવી છે. કુલ 12 કામોમાંથી 6 કામો એવા છે જેની બજેટમાં કોઈ જોગવાઈ નહોતી, તેમ છતાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે." મલંગ કોલીયાએ ઉમેર્યું કે, જો બજેટ બનાવનાર ચેરમેન જ તેનો ભંગ કરે તો તે પ્રજા સાથે અન્યાય છે અને બજેટની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થાય છે. વિકાસકામોના એજન્ડામાં રસ્તાના કામોને લઈને પણ વિપક્ષી સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી હતી. બજેટમાં જોગવાઈ ન હોવા છતાં નવા રસ્તાના કામો કેવી રીતે ઉમેરવામાં આવ્યા, તે અંગે વિપક્ષે શાસક પક્ષ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. આ મુદ્દે સભામાં મડાગાંઠ સર્જાઈ હતી અને લાંબા સમય સુધી હંગામો ચાલુ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ભાજપના 51 વિજેતા ઉમેદવારોનું સન્માન:ધારાસભ્ય જગદીશ મકવાણાએ પરાજિત ઉમેદવારની મુલાકાત લીધી
    Next Article
    ગોંડલ રોડ પર હોટેલમાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ:પોલીસે વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે દરોડો પાડી મેનેજર અને સંચાલકની કરી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment