Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલ રોડ પર હોટેલમાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ:પોલીસે વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે દરોડો પાડી મેનેજર અને સંચાલકની કરી ધરપકડ

    13 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક વખત હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ગોંડલ રોડ પર વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે શીવા હોટેલમાં સંચાલક અને મેનેજર દ્વારા બહારની છોકરીઓ રાખી લોહીનો વેપલો કરાવાતો હોવાથી એ ડિવીઝન પોલીસે દરોડો પાડી બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ ઔરંગાબાદ, મુંબઇ, મેઘાલય અને ઉત્તરાખંડની લલનાઓ પુરી પાડી ગ્રાહકો પાસેથી રૂ.2500 મેળવી રૂ.1000 લલનાને આપી બાકીના રૂ.1500 પોતે રાખતા હતાં. રાજકોટ શહેર એ-ડિવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલ રોડ પર આવેલી શીવા હોટેલમાં દેહ વ્યાપારની પ્રવૃતિ ચાલે છે જેથી પોલીસે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો. જેમાં પોલીસની ટીમ ડમી ગ્રાહક તરફથી મેસેજ મળતાં જ તુરંત રૂમ નં.105માં પહોંચી હતી. જેમાં યુવક-યુવતિ કઢંગી હાલતમાં મળી આવ્યા હતાં જે બાદ યુવતિની પુછપરછ કરતાં પોતે ઔરંગાબાદ મહારાષ્ટ્રની હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં કબૂલાત આપતા જણાવ્યું હતું કે હોટેલના માલિક નિશાંત રૂપારેલીયા અને મેનેજર નિલેષ આસવાણી ગ્રાહક દીઠ 2500 રૂપિયા વસુલે છે જેમાંથી 1000 મહિલાઓને આપે છે અને બાકીના પોતે રાખે છે આ ઉપરાંત એન્ટ્રી ફીના અલગથી રૂ.500 પણ વસુલવામાં આવે છે. બીજા રૂમમાં ચેક કરતાં તેમાંથી ત્રણ યુવતિઓ મળી આવી હતી જે પોતે મુંબઇ, મેઘાલય અને ઉત્તરાખંડની વતની હોવાનું અને અહિ હોટેલ સંચાલક, મેનેજર તેની પાસે દેહવેપલો કરાવી ગ્રાહક દિઠ 1000 રૂપિયા આપે છે તેવી કબુલાત આપી હતી. પોલીસે હોટેલમાંથી મોબાઈલ ફોન, નિરોધના પેકેટ, રોકડા રૂપિયા, બંધ લેપટોપ સહિત રૂ.1,71,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ હોટેલના સંચાલક નિશાંત કિશોરભાઇ રૂપારેલીયા તથા મેનેજર નિલેષ ઇશ્વરલાલ આસવાણી વિરૂધ્ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હોટેલમાં તપાસ કરતા દારૂની એક બોટલ પણ મળી હતી જેમાં આશરે 200 મીલી જેટલો દારૂ હતો જેથી આ અંગે હોટેલ સંચાલક નિશાંત રૂપારેલીયા વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરા પાલિકાની સભામાં વિપક્ષનો હોબાળો:બજેટ જોગવાઈ વિના નવા કામો ઉમેરાયાનો આક્ષેપ
    Next Article
    પાટણ નગરપાલિકા ચૂંટણી: 20 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત:નિયત મુજબના મતો મેળવવામાં નિષ્ફળ રહ્યા, ડિપોઝીટની કુલ રૂ. 26,000 ની રકમ સરકારી તિજોરીમાં જમા થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment