Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકી રૂમમાં ફસાતા પરિવારનો શ્વાસ અધ્ધર:પાલનપુર કેનાલ રોડ પર અઢી વર્ષની બાળકી બેડરૂમનો દરવાજો લોક થતા કેદ, ફાયર બ્રિગેડે ગ્રીલ તોડી જીવ બચાવ્યો

    2 days ago

    સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલી ક્ષત્ર સોલીટેર બિલ્ડિંગમાં આજે સવારે એક બેડરૂમનો દરવાજો અચાનક લોક થઈ જતાં અઢી વર્ષની બાળકી અંદર ફસાઈ ગઈ હતી. અડાજણ ફાયર સ્ટેશનની ટીમે ત્વરિત કાર્યવાહી કરી બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી બાળકીને ગણતરીની મિનિટોમાં હેમખેમ બહાર કાઢી હતી. રૂમનો દરવાજો લોક થતા બાળકી અંદર ફસાઈ ક્ષત્ર સોલીટેર બિલ્ડિંગના E-ટાવરમાં રહેતા અંકિતભાઈ સોનીની પુત્રી દિવન્યા સવારે બેડરૂમમાં રમી રહી હતી, ત્યારે અચાનક દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. પરિવારે દરવાજો ખોલવા માટેના તમામ પ્રયાસો કર્યા પરંતુ સફળતા ન મળતા અને બાળકી અંદર એકલી હોવાથી પરિવાર ગભરાઈ ગયો હતો. આખરે કોઈ રસ્તો ન જણાતા તાત્કાલિક સુરત ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગનું સફળ ઓપરેશન ફાયર કંટ્રોલ રૂમને સવારે 11.59 કલાકે જાણ કરવામાં આવતા જ અડાજણ ફાયર સ્ટેશનની ટીમ રવાના થઈ હતી અને માત્ર 8 મિનિટમાં એટલે કે 12.07 કલાકે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બેડરૂમનો મુખ્ય દરવાજો મજબૂત હોવાથી સમય બચાવવા માટે ફાયરના જવાનોએ ઘરના પાછળના ભાગે આવેલી બારીની લોખંડની ગ્રીલ તોડવાનો નિર્ણય લીધો હતો. બાળકી સુરક્ષિત બહાર આવતા પરિવારે હાશકારો અનુભવ્યો ફાયરના જવાનોએ બારી વાટે અંદર પ્રવેશી 12.22 કલાકે રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. બાળકી સુરક્ષિત રીતે બહાર આવતા જ પરિવારે હાશકારો અનુભવ્યો હતો. અંકિતભાઈ અને તેમના પરિવારે ફાયર જવાનોની ત્વરિત કામગીરી અને સૂઝબૂઝ બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં બાળકીને કોઈ ઈજા થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    PSI ભરતી પરીક્ષા પેપર-1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર:ભરતી બોર્ડની વેબસાઈટ પર જવાબ ચકાસણી, 4 મે સુધી ઓનલાઈન વાંધા નોંધાવી શકશે
    Next Article
    દુર્ગંધ આવી ને લાશ પડી હોવાનું સામે આવ્યું:નવલખી મેદાનમાં અવાવરુ જગ્યાએ ખાડામાંથી અજાણી વ્યક્તિની લાશ મળી, 15 દિવસ પહેલા મોત થયાનું અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment