Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSI ભરતી પરીક્ષા પેપર-1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર:ભરતી બોર્ડની વેબસાઈટ પર જવાબ ચકાસણી, 4 મે સુધી ઓનલાઈન વાંધા નોંધાવી શકશે

    2 days ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની લેખિત પરીક્ષાના પેપર-1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા તા. 19 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી. સત્તાવાર વેબસાઈટ પર જવાબ ચકાસણી કરી શકાશે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી મુજબ, પેપર-1ની આન્સર કી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યાં ઉમેદવારો પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે. 4 મે સુધી ઓનલાઈન વાંધા નોંધાવી જો કોઈ ઉમેદવારને આન્સર કી સામે કોઈ વાંધો કે રજૂઆત કરવી હોય તો તે તા. 4 મે 2026ના સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઈન માધ્યમ દ્વારા કરી શકશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈ પણ પ્રકારની રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોને સમયસર પોતાની રજૂઆત નોંધાવવા અને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજે અમદાવાદમાં GT કરતાં RCB હોટ ફેવરીટ:સ્ટેડિયમની બહાર વિરાટની જર્સીમાં ચાહકોનો જમાવડો, પહેલીવાર નમો સ્ટેડિયમમાં આવનાર ફેને કહ્યું- કોહલીને જોવા ઉત્સુક પણ સપોર્ટ ગુજરાતને જ કરીશ
    Next Article
    બાળકી રૂમમાં ફસાતા પરિવારનો શ્વાસ અધ્ધર:પાલનપુર કેનાલ રોડ પર અઢી વર્ષની બાળકી બેડરૂમનો દરવાજો લોક થતા કેદ, ફાયર બ્રિગેડે ગ્રીલ તોડી જીવ બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment