Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં કોર્ટ સંકૂલને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વકીલોનો વિરોધ:ધરણાં પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી, સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી

    2 days ago

    પાલનપુરમાં કોર્ટ સંકુલને શહેર બહાર ખસેડવાના નિર્ણય સામે વકીલો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે બાર એસોસિયેશન દ્વારા રેલી યોજી કોર્ટનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સંકુલમાં આવેલી કોર્ટને શહેરથી સાત કિલોમીટર દૂર ખસેડવાના પ્રસ્તાવનો વકીલો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા દસ દિવસથી વકીલો દ્વારા આ નિર્ણય સામે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. કોર્ટ સંકુલમાં ધરણાં પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી હતી અને સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વકીલોના આંદોલનને કારણે આજે કોર્ટની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી, જેનાથી ન્યાયિક પ્રક્રિયા પર અસર જોવા મળી હતી. વકીલોનું કહેવું છે કે, પાલનપુર શહેરની મધ્યમાં આવેલું હાલનું કોર્ટ સંકુલ જિલ્લા અને તાલુકા કક્ષાના અરજદારો માટે સરળતાથી સુલભ છે. જો કોર્ટને શહેર બહાર ખસેડવામાં આવશે, તો અરજદારો અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બાર એસોસિયેશનના આગેવાનોએ આ નિર્ણય સામે સખત વિરોધ નોંધાવ્યો છે અને તેને પાછો ખેંચવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોહવાયેલા મૃતદેહનું રહસ્ય શું છે?:નવલખી મેદાનમાં અવાવરુ જગ્યાએ ખાડામાંથી અજાણી વ્યક્તિની લાશ મળી, 15 દિવસ પહેલા મોત થયાનું અનુમાન
    Next Article
    કોર્ટે સંસ્કૃત શ્લોક ટાંકીને દુષ્કર્મ કેસના આરોપીને સજા ફટકારી:કલોલની 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment