Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈડર તાલુકા પંચાયત ક્લાર્ક 15 હજારની લાંચ સાથે રંગેહાથ પકડાયો:આવાસ યોજના હેઠળ મકાન સહાયનો પ્રથમ હપ્તો મંજૂર થતાં લાંચ માંગી

    1 day ago

    સાબરકાંઠા ACBએ ઈડર તાલુકા પંચાયતના મનરેગા વિભાગના મસ્ટર ક્લાર્ક રમેશચંદ્ર મણીલાલ પંડ્યાને રૂ. 15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ઈડરના દેશોતર ચાર રસ્તા પર આવેલા માં પાર્લર પર કરવામાં આવી હતી. ACB પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદીના પત્નીના નામે દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી. આ સહાયના પ્રથમ હપ્તા તરીકે રૂ. 30,000 ફરિયાદીના બેંક ખાતામાં જમા થયા હતા. આ રકમના રૂ. 15,000 લાંચ પેટે ક્લાર્ક રમેશચંદ્ર પંડ્યાએ ફરિયાદી પાસેથી માંગ્યા હતા. તેમણે મનરેગા યોજનામાં પણ કંઈક ઓછું કરી આપવાની વાતચીત કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે હિંમતનગરમાં ACBનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે શુક્રવારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન, રમેશચંદ્ર પંડ્યાએ ફરિયાદી સાથે લાંચની માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ, દેશોતર ચાર રસ્તે આવેલા માં પાર્લર પર રૂ. 15,000ની લાંચ લેતા તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACBએ તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    UN મેહતા હોસ્પિટલમાં બે શ્રમિકોના મોતનો મામલો:હાઇકોર્ટે કહ્યું- હોસ્પિટલ જાતે સેપ્ટિક ટેન્કની સફાઈ કરાવી શકે નહિ તે કામ કોર્પોરેશનનું, ઓથોરિટી જવાબ આપશે
    Next Article
    ફૂડ વિભાગના દ્રારા જપ્ત એનાલોગ પનીર મામલે અધિકારીની મેલી નીતિ?:જૂનાગઢમાં રૂ. 2 લાખ થી વધુનું પ્રતિબંધિત પનીર જપ્ત, પુડ વિભાગ અધિકારીએ કહ્યું પનીર જપ્ત કરાયેલી પેઢીઓના નામ ન આપવાનું ગાંધીનગરથી કહેવાયું છે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment