Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UN મેહતા હોસ્પિટલમાં બે શ્રમિકોના મોતનો મામલો:હાઇકોર્ટે કહ્યું- હોસ્પિટલ જાતે સેપ્ટિક ટેન્કની સફાઈ કરાવી શકે નહિ તે કામ કોર્પોરેશનનું, ઓથોરિટી જવાબ આપશે

    1 day ago

    માનવ ગરીમા સંસ્થાએ વર્ષ 2016માં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં વળતર, મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર પ્રતિબંધ અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અંગે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીના પરિણામે મૃતકોના પરિજનોને વળતર ચૂકવવાની અને જવાબદાર ઓથોરિટીના અધિકારીઓ સામે ફરિયાદો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગને લઈને 25 ફરિયાદ નોંધાઇ હતી હાઇકોર્ટમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, રાજ્યમ મેન્યુઅલ સ્કેવેન્જિંગને લઈને કુલ 25 પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં 10 કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ છે. 6 ફરિયાદ હાઇકોર્ટે રદ્દ કરી છે. 2 ફરિયાદમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે. 4 ફરિયાદ ઉપર આગળ કાર્યવાહી માટે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે, જ્યારે 3 ફરિયાદમાં સમરી ભરવામાં આવી છે. આવો સીધો કોન્ટ્રાક્ટ હોસ્પિટલ આપી શકે નહીં: હાઈકોર્ટ અરજદારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદમાં 6 જુલાઈના રોજ સેપ્ટિક ટેન્કની સફાઈ કરતા 2 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જેમાં કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધાઇ છે. સેપ્ટિક ટેન્કની સફાઈનો કોન્ટ્રાક્ટ હોસ્પિટલે આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, આવો સીધો કોન્ટ્રાક્ટ હોસ્પિટલ આપી શકે નહીં. UN મહેતા હોસ્પિટલની ઘટના મુદ્દે ઓથોરિટી જવાબ રજૂ કરે એડવોકેટ જનરલે પણ કહ્યું હતું કે, આ કાર્ય મહાનગરપાલિકાએ કરવાનું હોય. કોર્ટે કહ્યું હતું કે, પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા મુજબ આ કામ UN મહેતા હોસ્પિટલ સ્માર્ટ મેઇન્ટેનન્સ સંસ્થાને આપ્યું હતું. હોસ્પિટલોને સરકાર સૂચના આપે કે આવો સીધો કોન્ટ્રાક્ટ આપે નહીં અને UN મહેતા હોસ્પિટલની ઘટના મુદ્દે ઓથોરિટી જવાબ રજૂ કરે. આ અંગે વધુ સુનાવણી આગામી સમયમાં યોજાશે.
    Click here to Read More
    Previous Article
    કચ્છ સરહદે પાકિસ્તાનની નાપાક હિલચાલ:દાવો- PAKએ સર ક્રીક નજીક નવા ડ્રોન સહિત નવી ટેક્નોલોજીના સાધનો તૈનાત કર્યા; ચીન-તુર્કીની મદદ લીધી
    Next Article
    ઈડર તાલુકા પંચાયત ક્લાર્ક 15 હજારની લાંચ સાથે રંગેહાથ પકડાયો:આવાસ યોજના હેઠળ મકાન સહાયનો પ્રથમ હપ્તો મંજૂર થતાં લાંચ માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment