Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના બે બનાવ:ગૃહ ક્લેશથી કંટાળી ઝેરી દવા પી સરધારના અને છૂટાછેડા બાદ પણ કંકાસ રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    13 hours ago

    રાજકોટ શહેરમાં વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે જેમાં સરધારના 35 વર્ષીય યુવકે ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે જયારે રાજકોટના 27 વર્ષીય યુવકે છૂટાછેડા બાદ પણ કંકાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આજીડેમ પોલીસે બન્ને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ ક્લેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાત પ્રવિણ મનસુખભાઈ ચૌહાણ (ઉ.વ.35)એ ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા પ્રથમ સરધાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં પ્રવિણભાઈ બે ભાઈ અને ત્રણ બહેનમાં મોટા હતા તેમને સંતાનમાં બે પુત્ર છે પોતે કારખાનામાં બફ કામની મજૂરીનું કામ કરતા હતા. ગઈકાલે પત્ની સાથે ઝગડો થયો હતો પછી આવેશમાં આવી આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. છૂટાછેડા બાદ પણ કંકાસ થતા કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું અજય ડાયાભાઈ મકવાણા (ઉં.વ.27) આજે સવારે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો બનાવ અંગે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક 108માં જાણ કરતા 108ના ઇએમટીએ અજયને તપાસી મૃત જાહેર કરી બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં અજયને સંતાનમાં એક દીકરો હોવાનું અને પોતે મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. અજયને પોતાની પત્ની સાથે મનમેળ ન રહેતા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જો કે આ પછી પણ કંકાસ ચાલુ રહેતા કંટાળીને અંતિમ પગલું ભરી લીધાનું પ્રથામિક તપાસમાં સામે આવ્યું છે. પત્નીની હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં રહેલ ગારીયાધાર પંથકના વૃધ્ધનું મોત પત્નીની હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં રહેલ ગારીયાધારના માંગુકા ગામના જીવરાજભાઈનું મોત નીપજ્યું છે. જીવરાજભાઈ જાદવભાઈ રાઠોડ (ઉં.વ.79) રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતા હતા જેમને બે દિવસ પહેલા તા.28 એપ્રિલના રોજ બીમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં જીવરાજભાઈના પત્ની તેજુબેનની હત્યા થઈ હતી જે ગુનાની સજા પડતા જીવરાજભાઈ રાજકોટ જેલમાં રહેતા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પોતે બે ભાઈ અને બે બહેનમાં બીજા નંબરના હતા. હાલ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. ચુનારાવાડમાંથી સગીરા ગુમ, પાડોશમાં રહેતો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ રાજકોટના ચુનારાવાડ વિસ્તારની 15 વર્ષની સગીરા તા.28.04.2026ના રોજ ગૂમ થઈ જતાં શોધખોળ કરવા છતાં મળી ન આવતા તેણીના માતાએ જાણ કરતાં થોરાળા પોલીસએ સગીરાની માતાની ફરિયાદ પરથી ચુનારાવાડના અરૂણ અજયભાઇ સરવૈયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે અરૂણ આ બાળાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગડી ગયો છે જેથી થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાલાજી હોલ પાસે IPL મેચ પર સટ્ટો રમતા વેપારી ઝડપાયો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બાલાજી હોલથી ધોળકીયા સ્કુલ તરફ જતા રસ્તે પુજારા ટેલીકોમ શો-રૂમની સામે સાવલીયા આંખની હોસ્પિટલ નીચે આવેલ ખોડલ મોબાઇલ ઝોન નામે દુકાન ધરાવી વેપાર કરતાં બંસી ડાવરા પોતાની દુકાન બહાર પોતાના મોબાઇલ ફોનમાં ક્રિકેટની લાઇવ મેચમાં સટ્ટાનો જુગાર રમે છે જેથી ટીમે દરોડો પાડી તે શખ્સની અટકાયત કરી તેનું નામ પુછતા પોતાનુ નામ બંસી મનસુખ ડાવરા (ઉ.વ.31) હોવાનુ જણાવ્યું હતું જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોબાઇલ ફોનમાં જોતા ગુગલ ક્રોમ હિસ્ટ્રીમાં All panel exc9 નામની આઈડી પર જુગાર રમતો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બુકીનું નામ ખોલાવવા માટે તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ રોયની મજાક ઉડાવ્યા બાદ ફલક નાઝ પસ્તાણી:'આશિકી' ફેમ એક્ટરને ટ્રોલ કરતી રીલ ડીલીટ કરી, કહ્યું- 'તેમની હાલત જોઈને આઘાત લાગ્યો'
    Next Article
    કોહવાયેલા મૃતદેહનું રહસ્ય શું છે?:નવલખી મેદાનમાં અવાવરુ જગ્યાએ ખાડામાંથી અજાણી વ્યક્તિની લાશ મળી, 15 દિવસ પહેલા મોત થયાનું અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment