Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ રોયની મજાક ઉડાવ્યા બાદ ફલક નાઝ પસ્તાણી:'આશિકી' ફેમ એક્ટરને ટ્રોલ કરતી રીલ ડીલીટ કરી, કહ્યું- 'તેમની હાલત જોઈને આઘાત લાગ્યો'

    12 hours ago

    'આશિકી' ફિલ્મ ફેમ રાહુલ રોયની એક કન્ટેન્ટ ક્રિએટર સાથે બનાવેલી રીલ વાયરલ થઈ હતી, જેના કારણે તે હાસ્યનું પાત્ર બન્યો. ટ્રોલ થયા બાદ રાહુલ રોયે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, તે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, જેથી તેણે નાના-મોટા કામ કરવા પડી રહ્યા છે. હવે રાહુલનો મજાક ઉડાવનારી ટીવી એક્ટ્રેસ ફલક નાઝે વીડિયો બનાવીને પોતાના વર્તન પર શરમ વ્યક્ત કરી છે. ફલક નાઝે વીડિયો પર સ્પષ્ટતા આપી ફલક નાઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, ‘ગઈકાલે મેં એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં રાહુલ રોય સર હતા. પહેલાં મને લાગ્યું કે તેમણે મરજી વગર આવું કર્યું છે. પરંતુ સાંજ થતાં-થતાં મને ખબર પડી કે તેઓ જીવનમાં ઘણી બધી વસ્તુઓનો સામનો કરી રહ્યા છે. તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. જ્યારે મને આ જાણ થઈ, ત્યારે મેં રાત્રે જ મારી રીલ હટાવી દીધી. સવારે રાહુલ સરનું નિવેદન આવ્યું કે, તેઓ આ કન્ટેન્ટ એટલા માટે બનાવે છે, કારણ કે કાયદાકીય સમસ્યાઓ છે, તેમને બિલ ભરવાનું હોય છે.’ 'મને રાહુલ રોયની વાત જાણીને આઘાત લાગ્યો' ફલક નાઝે આગળ કહ્યું, ‘જ્યારે તેમણે કહ્યું કે જો તમને ચિંતા હોય, તો મદદ કરી દો. મારા માટે સારું કામ શોધી આપો. કેમ નહીં સર. ચોક્કસ કરીશું. અમે તમને જોઈને મોટા થયા છીએ. મને આ નિવેદન જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું. કારણ કે આ સમય કોઈના પર પણ આવી શકે છે. એક માણસ તરીકે મને અચાનક આઘાત લાગ્યો કે, જે વ્યક્તિના ગીતો આટલા ચાલ્યા છે, તે 'બિગ બોસ'નો પહેલો વિજેતા રહ્યો છે, તો આ સાંભળીને, જોઈને મને ખરાબ લાગ્યું કે તે એક કલાકાર તરીકે આવું કન્ટેન્ટ બનાવી રહ્યા છે, જે તેમને શોભતું નથી. પરંતુ તેમને તે કરવું પડી રહ્યું છે, કારણ કે તેમને બીજું કોઈ કામ જ નથી મળી રહ્યું.’ છેવટે ફલકે કહ્યું, ‘મારો આ વીડિયો બનાવવાનો હેતુ એ છે કે, જો તેનાથી તેમને થોડી પણ મદદ મળી શકે. જો હું તે વીડિયો બનાવી શકું છું, તો આ તો ચોક્કસ બનાવીશ, જેનાથી તમને કામ મળવામાં મદદ મળી શકે. કેટલાક લોકો તે સ્થાને છે, જે તેમની મદદ કરી શકે છે. જે તેમને કામ આપી શકે છે, કૃપા કરીને તેમનો સંપર્ક કરો. આ કોઈની પણ સાથે થઈ શકે છે.’ 'હું મહેનત કરીને કમાઈ રહ્યો છું' એક્ટ્રેસે વીડિયો દ્વારા લોકોને રાહુલને કામ આપવાની અપીલ કરી છે. નોંધનીય છે કે, રાહુલ રોયનો એક મહિલા સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જેના પછી લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. આ પછી આજે રાહુલે સોશિયલ મીડિયા પર આ મામલે મૌન તોડતા કહ્યું, ‘જો તમે ખરેખર આટલા ચિંતિત છો, તો મને મદદ કરો કે મને કોઈ સાચું અને સારું કામ મળી શકે, જેથી હું મારા બિલ ચૂકવી શકું અને કાનૂની બાબતોનું પેમેન્ટ કરી શકું. ઓછામાં ઓછું હું મહેનત કરીને કમાઈ રહ્યો છું, બીજાની મજાક ઉડાવીને નહીં અને બ્રેઈન સ્ટ્રોક પછી, મારા માટે સક્રિય રહેવું જરૂરી છે. હું જ્યાં સુધી જીવતો છું, કામ કરવા માંગુ છું. આ મારા મગજને સક્રિય રાખે છે અને મને ઉદ્દેશ્ય અને જવાબદારીનો અહેસાસ કરાવે છે કે, હું આજે પણ કામ કરી રહ્યો છું. હા, ક્યારેક થોડું દુઃખ થઈ શકે છે, પરંતુ તમે મને તોડી શકતા નથી.’
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ગુજરાત અને બેંગલુરુની ટીમના ચાહકોની મેટ્રોમાં ભારે ભીડ:GT vs RCBની સીઝનમાં બીજી વખત સામસામે ટક્કર, બેંગલુરુની નજર ટેબલ ટોપર બનવા પર
    Next Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:ગૃહ ક્લેશથી કંટાળી ઝેરી દવા પી સરધારના અને છૂટાછેડા બાદ પણ કંકાસ રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment