Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર સિવિલમાં જડબાની જટિલ સર્જરી સફળ:એક વર્ષથી પીડાતા યુવકની પાણી ભરાયેલી ગાંઠ દૂર

    11 hours ago

    પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં 25 વર્ષીય યુવકના જડબાની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. એક વર્ષથી જડબામાં પાણી ભરાયેલી ગાંઠથી પીડાતા આ યુવકને સર્જરી બાદ મોટી રાહત મળી છે. વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના એક ગામના આ યુવકને છેલ્લા એક વર્ષથી મોઢાના જડબામાં પાણી જેવી ગાંઠને કારણે ભારે પીડા થતી હતી. ખોરાક લેવામાં તકલીફ, પેઢામાં સતત દુખાવો અને અસ્વસ્થતાને કારણે તેમણે ખાનગી હોસ્પિટલોમાં લાંબા સમય સુધી સારવાર લીધી હતી, પરંતુ કોઈ ખાસ રાહત મળી નહોતી. છ માસથી વધુ સમય સુધી દવાઓ અને ઇન્જેક્શન લીધા છતાં ગાંઠમાં ઘટાડો થયો ન હતો. આખરે, યુવક લાખણીની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાંના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેમને વધુ સારવાર માટે પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા. પાલનપુર સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં દર્દીના એક્સ-રે અને લોહીના નવા રિપોર્ટ કરવામાં આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે જડબાના હાડકામાં પાણી ભરાયેલી એક મોટી ગાંઠ બની ગઈ હતી, જે ધીમે ધીમે રસીરૂપ ધારણ કરી રહી હતી. દર્દીની સ્થિતિ ગંભીર હોવાથી તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લેવાયો. પરિવારજનોની સહમતિ બાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ડેન્ટલ વિભાગના ડૉ. સ્વાતિ, ડૉ. રાજવી ઉપાધ્યાય, ડો. ટિંવકલ ચૌધરી, ડો. નેહલ અને તેમની ટીમે એક કલાક સુધી ચાલેલી જટિલ શસ્ત્રક્રિયા કરી. આ સર્જરી દરમિયાન જડબાના હાડકામાંથી પાણી અને રસીથી ભરાયેલી ગાંઠ સંપૂર્ણપણે દૂર કરવામાં આવી. સમયસર સર્જરી થતાં ગાંઠ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેને દૂર કરી દેવાઈ, જેના કારણે દર્દીને તાત્કાલિક રાહત મળી. ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ સ્થિર રહી અને પીડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. એક વર્ષથી સતત પીડા સહન કરી રહેલા આ દર્દીને હવે રાહત મળતાં તેમણે અને તેમના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના ડોકટરો તથા નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    3 યુવતીઓને 6 વર્ષની લડત બાદ સરકારી નોકરી મળશે:પાત્રતા હોવા છતા સરકારના પરિપત્રના કારણે નોકરીથી વંચિત રહી હતી, 6 અઠવાડિયામાં ફરજ પર લેવા HCનો હુકમ
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:વેસુ હુમલા કેસના આરોપીને દોરડા બાંધી રિકન્સ્ટ્રકશન કરાયું, મનપાના સફાઈકર્મીએ બાળકી સાથે અડપલાં કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment