Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 યુવતીઓને 6 વર્ષની લડત બાદ સરકારી નોકરી મળશે:પાત્રતા હોવા છતા સરકારના પરિપત્રના કારણે નોકરીથી વંચિત રહી હતી, 6 અઠવાડિયામાં ફરજ પર લેવા HCનો હુકમ

    10 hours ago

    ગુજરાત સરકારના એક વિવાદિત પરિપત્રના કારણે વર્ષ 2018માં ભારે વિવાદ થયો હતો.SC,ST અને OBC કેટેગરીની મહિલા ઉમેદવારોને અન્યાય થતો હોય ભારે વિવાદ થયો હતો અને સરકારે પરિપત્ર રદ કરી નવો બહાર પાડ્યો હતો. વિવાદતિ પરિપત્રના કારણે જે તે સમયે નોકરીથી વંચિત રહેલી ત્રણ યુવતીઓને 6 વર્ષ બાદ નોકરી પર લેવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. ત્રણેય યુવતીઓ સેનેટરી ઈન્સપેક્ટરની નોકરી માટે પાત્રતા ધરાવતી હોવા છતા પરિપત્રના કારણે નોકરીથી વંચિત રહી હતી. 6 વર્ષની લાંબી લડત બાદ ત્રણ યુવતીઓની જીત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહિલા અનામતના સંબંધમાં 1 ઓગસ્ટ,2018ના દિવસે પરિપત્ર જાહેર કરેલ. જેમાં દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજની દીકરીઓને અન્યાય થયાનું જાણીને વ્યાપક આક્રોશ જોવા મળેલ, ગાંધીનગર મુકામે આ પરીપત્ર જાહેરમાં સળગાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પરિપત્રને રદ કરવામાં આવેલ. જેથી ભવિષ્ય પછાત વર્ગની લાખો બહેનોને મહિલા અનામતનો લાભ મળી શકે. આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટમાં આ પરીપત્રની અસરથી નોકરીથી વંચિત રહી ગયેલી અનામત વર્ગની ત્રણ અરજદાર યુવતીઓને ન્યાય મળ્યો છે. જેમાં અંકિતા પરમાર, રમીલા વાઘેલા અને સુધા વરણનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવતીઓને વધુ માર્ક્સ હોવા છતાં પણ ઓપન મેરિટમાં પસંદ કરવામાં આવેલ નહોતા. પરંતુ એડવોકેટ કેવલસિંહ રાઠોડની રજૂઆતના પરિણામે આજે યુવતીઓને સરકારી નોકરી માટેનો હુકમ કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળને યુવતીઓની તરફેણમાં ભલામણ કરવા હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને બે અઠવાડિયામાં આ ત્રણેય યુવતીઓની તરફેણમાં સરકાર સમક્ષ ભલામણ કરવા હુકમ કરેલ છે. જ્યારે ગુજરાત સરકારને 06 અઠવાડિયામાં આ ત્રણેય દીકરીઓને ફરજ પર હાજર કરવા હુકમ કરેલ છે. આ ત્રણેય અરજદારોની નોકરીમાં સિનિયોરિટી મુળ ભરતી સમયથી ગણવામાં આવે તે બાબતે પણ હુકમ કરવામાં આવેલ છે. શું હતો પરિપત્રનો વિવાદ? 1 ઓગસ્ટ, 2018ના GR પ્રમાણે SC, ST અને OBC સમાજની મહિલા ઉમેદવારો સરકારી નોકરીઓમાં ફક્ત અનામત સીટ પર જ ઉમેદવારી કરી શકે તેવી જોગવાઈ હતી. કોઈપણ SC, ST અને OBC સમાજની મહિલા ઉમેદવાર ઓપન મેરિટમાં હોય તેમ છતાં પણ જો અનામત સીટમાં જગ્યા ન હોય તો તેને નોકરી આપી શકાય નહીં. ત્યારબાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પરિપત્ર રદ કરવામાં આવ્યો અને SC, ST અને OBC સમાજ ની મહિલા ઉમેદવારો ને ઓપન મેરિટમાં સમાવવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકારે 2 સપ્ટેમ્બર, 2020ના રોજ નવો પરિપત્ર જાહેર કર્યો અને તમામ ઉમેદવારોને ઓપન મેરિટમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો:કલેક્ટરે નાગરિકોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની તાકીદ કરી
    Next Article
    પાલનપુર સિવિલમાં જડબાની જટિલ સર્જરી સફળ:એક વર્ષથી પીડાતા યુવકની પાણી ભરાયેલી ગાંઠ દૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment