Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો:કલેક્ટરે નાગરિકોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની તાકીદ કરી

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કલેક્ટરે વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોની રજૂઆતો સાંભળી, સંબંધિત વિભાગોને તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ દૈનિક જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ રજૂ કરી હતી. જેમાં સીમ વિસ્તારમાં બંધ કરાયેલ રસ્તો ફરી શરૂ કરાવવાની માંગ, જર્જરિત પેટા આરોગ્ય કેન્દ્રનું પુનઃનિર્માણ, પવનચક્કી પ્રોજેક્ટની કામગીરી અટકાવવા, માપણીશીટ ન મળવી, વાહન ડીલર દ્વારા આર.ટી.ઓ. ચાર્જના નામે ગેરકાયદેસર ઉઘરાણી, સરકારી જમીન પર રસ્તાના વિવાદ, ગેરકાયદેસર ખોદકામ અને સરકારી આદેશોના ભંગ અંગેની ફરિયાદો મુખ્ય હતી. આ ઉપરાંત, ખેતીવાડી સંબંધિત મુદ્દાઓમાં ખેડૂતો દ્વારા પી.એમ. કિસાન યોજનાના હપ્તા ન મળવા તેમજ ડીઝલ સબસિડીથી વંચિત રહેવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ મુદ્દાઓને પ્રાથમિકતા આપી, સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરી અને સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહિત આરોગ્ય, ખેતીવાડી અને અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્તરે યોજાતા આવા ‘સ્વાગત’ કાર્યક્રમો નાગરિકોને પોતાના પ્રશ્નો સીધી રીતે રજૂ કરવાની સુવિધા પૂરી પાડે છે. આનાથી પ્રશાસનને ઝડપી નિર્ણય લેવામાં અને નાગરિકોને રાહત પહોંચાડવામાં મદદ મળે છે.
    Click here to Read More
    Previous Article
    બિલીમોરાના દરજી સાથે રૂ. 1.14 લાખની છેતરપિંડી:સસ્તા સિલાઈ મશીન અપાવવાના બહાને ઠગે ખંખેર્યા, ખેરગામના વેપારી સાથે CNG પંપ અપાવવાના નામે રૂ. 3.24 લાખની ઠગાઈ
    Next Article
    3 યુવતીઓને 6 વર્ષની લડત બાદ સરકારી નોકરી મળશે:પાત્રતા હોવા છતા સરકારના પરિપત્રના કારણે નોકરીથી વંચિત રહી હતી, 6 અઠવાડિયામાં ફરજ પર લેવા HCનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment