Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલીમોરાના દરજી સાથે રૂ. 1.14 લાખની છેતરપિંડી:સસ્તા સિલાઈ મશીન અપાવવાના બહાને ઠગે ખંખેર્યા, ખેરગામના વેપારી સાથે CNG પંપ અપાવવાના નામે રૂ. 3.24 લાખની ઠગાઈ

    8 hours ago

    નવસારી જિલ્લામાં સાયબર ઠગો સક્રિય બન્યા છે, જેમાં સામાન્ય વ્યવસાય કરતા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ગણદેવી તાલુકાના ધકવાડા ગામના એક દરજી સાથે સસ્તા સિલાઈ મશીન અપાવવાના બહાને રૂ. 1.14 લાખની છેતરપિંડી થઈ છે, જ્યારે ખેરગામના એક વેપારીને CNG પંપ અપાવવાના નામે રૂ. 3.24 લાખ ગુમાવવા પડ્યા છે. પ્રથમ કિસ્સામાં, ધકવાડામાં દરજીકામ અને સિવણ ક્લાસ ચલાવતા પ્રજ્ઞેશકુમાર ચીમનભાઈ પટેલને ગત 2 એપ્રિલના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બિલીમોરાના કલ્પેશ તરીકે આપી, સરકારી યોજના હેઠળ સસ્તામાં સિલાઈ મશીન વિતરણ ચાલુ હોવાનું જણાવ્યું હતું. તેણે 6 મહિલાઓનું ગ્રુપ બનાવી આધારકાર્ડ મોકલવા પર એક કાર્ડ દીઠ બે મશીન (સિલાઈ અને ઇન્ટરલોક) મળવાની લાલચ આપી હતી. મશીનોની જરૂરિયાત હોવાથી પ્રજ્ઞેશે તેમના સંબંધીઓ અને ક્લાસની મહિલાઓના આધારકાર્ડ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. ઠગે વિશ્વાસ જીતવા મશીનોના ફોટા મોકલ્યા અને રકમ સીધી સરકારના ખાતામાં જમા થશે તેમ જણાવ્યું. આથી, પ્રજ્ઞેશે તેમના ભાભીના ICICI બેંક ખાતામાંથી ઇન્ડિયન ઓવરસીઝ બેંકના એક ખાતામાં કુલ રૂ. 1,14,000/- NEFT દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ ઠગે દોઢ વાગ્યા સુધીમાં મશીનો ઘરે પહોંચી જવાનો વાયદો કર્યો હતો. જોકે, મશીનો ન આવતા પ્રજ્ઞેશભાઈએ ફોન કર્યો, પરંતુ ઠગે ફોન ઉપાડ્યો નહીં અને બાદમાં મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો. વોટ્સએપ પરથી પણ તમામ મેસેજ અને ફોટા ડિલીટ કરી દેવાતા પ્રજ્ઞેશભાઈને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. બીજા કિસ્સામાં, નવસારીના ખેરગામમાં ગાંધીનગર સોસાયટીમાં રહેતા વેપારી કિર્તીભાઈ ભાનુશાળી સાથે અદાણી કંપનીનો CNG પંપ અપાવવાના નામે રૂ. 3,24,500/-ની છેતરપિંડી થઈ છે. વેપારીએ CNG પંપ શરૂ કરવા માટે ઓનલાઇન સર્ચ કરીને નંબર મેળવ્યા હતા. અજાણ્યા શખ્સોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પ્રોસેસ ફીના નામે વેપારીને લાલચ આપી હતી. ઠગોએ આપેલા બેંક ખાતામાં વેપારીએ અલગ-અલગ તબક્કે કુલ રૂ. 3,24,500/- ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પંપ ન મળતા અને પૈસા પરત ન આવતા આખરે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નવસારી પોલીસે આ બંને કિસ્સાઓમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Mamata Banerjee rejects exit poll results, says TMC will win over 226 seats
    Next Article
    ગીર સોમનાથમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો:કલેક્ટરે નાગરિકોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની તાકીદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment