Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગદિશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં:કહ્યું- 'રાજ્યમાં જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરનાર કોંગ્રેસના બે નેતાઓને બનાસની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું'

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની જીત થતાં બનાસ વિજય ઉત્સવનો કાર્યક્રમ પાલનપુરના ચડોતર કમલમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના હજારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવને બનાસની જનતાનો લોકોત્સવ ગણાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જાહેર સભાને સંબોધી હતી. તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જાહેર સભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આખા રાજ્યમાં જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરનાર કોંગ્રેસના બન્ને નેતાઓને બનાસની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે. તેમજ જણાવ્યું કે, બનાસની બેન અમે તમારૂ સન્માન કરીએ છીએ પરંતું તમે લોકસભામાં જઈ ગુજરાતની તમામ બહેનું અને દેશની 70 કરોડ મહિલાઓનું નારી વંદના અધિનિયમ અંતર્ગત તમે જે અપમાન કર્યું છે એ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આગામી દિવસોમાં માતા-બહેનોએ તેમને તેમના ગઢમાંથી સીટો આંચકી લીધી છે. વડગામમાં પણ ભવ્ય વિજય થયો છે. તેવી જ રીતે, વાવ-થરાદમાં પણ કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. વિશ્વકર્માએ યાદ અપાવ્યું કે, લોકસભા ચૂંટણી વખતે પણ જ્યારે શશિકાંતભાઈ પ્રભારી હતા, ત્યારે કોંગ્રેસની પોતાની વિધાનસભા સીટમાં ગાબડું પડ્યું હતું. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તાઓએ કોંગ્રેસના ગઢમાંથી સીટો આંચકીને ભગવો લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. બનાસની જિલ્લા પંચાયતની 48માંથી 32 બેઠક કબજે કરી હતી. તેમજ ત્રણેય નગરપાલિકા અને 6 તાલુકા પંચાયતમાં જીત મેળવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં હીટવેવ સામે સ્માર્ટ પ્લાન:મનપાએ 1.5 લાખ લોકોને મેસેજ કરી ગરમીથી બચવાનાં ઉપાયો જણાવ્યા, LED ડિસ્પ્લેથી જાગૃતિ અભિયાન; ટૂંક સમયમાં ORS વાન કાર્યરત થશે
    Next Article
    ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ બાદ તંત્ર જાગ્યું:રાજકોટનાં તમામ ગેમઝોનમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરાઈ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ એપૃવલ સર્ટિફિકેટ મળ્યા બાદ ફન બ્લાસ્ટ શરૂ કરવા મંજૂરી અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment