Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં હીટવેવ સામે સ્માર્ટ પ્લાન:મનપાએ 1.5 લાખ લોકોને મેસેજ કરી ગરમીથી બચવાનાં ઉપાયો જણાવ્યા, LED ડિસ્પ્લેથી જાગૃતિ અભિયાન; ટૂંક સમયમાં ORS વાન કાર્યરત થશે

    2 days ago

    સમગ્ર ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે રાજકોટ મનપાનું તંત્ર ટેકનોલોજી અને જનજાગૃતિના સમન્વય સાથે મેદાને ઉતર્યું છે. રાજકોટના આરોગ્ય વિભાગે હીટવેવ સામેની આ લડાઈમાં 'સ્માર્ટ એપ્રોચ' અપનાવતા શહેરની જનતાને સુરક્ષિત રાખવા ડિજિટલ માધ્યમો અને મોબાઈલ વાનનો સહારો લીધો છે. તંત્રે અત્યાર સુધી લાખો લોકોને પર્સનલાઈઝ્ડ મેસેજ મોકલીને સાવચેત કર્યા છે અને શહેરમાં જુદા જુદા સ્થળોએ લાગેલી LED સ્ક્રીન દ્વારા લોકોને હિટવેવ સામે બચાવ કઈ રીતે કરવો તેની માહિતી અપાઈ રહી છે. તો ટૂંક સમયમાં ORS વાન મારફતે લોકોના ઘર સુધી પહોંચવાની તૈયારીઓ કરવામાં આવી છે. 1.5 લાખ નાગરિકોને હીટવેવથી બચવા મોબાઈલ પર મેસેજ કરાયા આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આયોજન વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું હતું કે, અમે લોકો સુધી ઝડપથી માહિતી પહોંચાડવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે શહેરના અંદાજે 1.5 લાખ જેટલા નાગરિકોને તેમના મોબાઈલ પર હીટવેવથી બચવા માટેના સાવચેતીના મેસેજ મોકલી દીધા છે. આ ખાસ મેસેજ દ્વારા લોકોને ગરમીમાં શું કરવું અને શું ન કરવું તેની સીધી માહિતી મળી રહી છે. મોટી LED સ્ક્રીન પર સતત હીટવેવની એડવાઈઝરી પ્રદર્શિત વધુમાં તેમણે ઉમેર્યું કે, શહેરના મુખ્ય ચોકો અને જાહેર માર્ગો પર આવેલી રાજકોટ સ્માર્ટ સિટીની મોટી LED સ્ક્રીન પર પણ સતત હીટવેવની એડવાઈઝરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેથી રસ્તા પર પસાર થતા લોકો પણ ગરમીના જોખમ વિશે જાગૃત રહે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે. જેમાં ખાસ તરસ લાગે કે ન લાગે, દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહેવું. મુસાફરીમાં હંમેશા પીવાનું પાણી સાથે રાખવું. તો ઠંડા પીણામાં ઘરે બનાવેલી તાજી છાશ અને લીંબુ પાણી, નાળિયેર પાણી કે લસ્સીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે શરીરને વધુ હાઈડ્રેટ કરે છે. ગ્રાઉન્ડ ઝીરો પર 'ORS વાન'નું આયોજન માત્ર ડિજિટલ માધ્યમો જ નહીં, પરંતુ પ્રત્યક્ષ રીતે લોકો સુધી પહોંચવા માટે રાજકોટ મહાનગરપાલિકા એક ખાસ ORS વાન' શરૂ કરવા જઈ રહી છે. આ અંગે માહિતી આપતા ડો. વાંકાણીએ જણાવ્યું કે, આ વાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરશે. તેમાં આરોગ્ય વિભાગનો સ્ટાફ તૈનાત રહેશે જે લોકોને હીટ સ્ટ્રોકના લક્ષણો વિશે સમજાવશે અને પેમ્ફલેટ વિતરણ કરશે. ખાસ કરીને જે શ્રમિકો અને લોકો ભરબપોરે બહાર કામ કરે છે, તેમને ડિહાઈડ્રેશનથી બચવા માટે ઓઆરએસનાં પેકેટ અને પાણીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આરોગ્ય કેન્દ્રો પર આઈસ પેક્સ, પૂરતો દવાઓનો જથ્થો ઉપલ્બધ આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિને લુ લાગે તો તેને ત્વરિત સારવાર મળી રહે તે માટે પદ્મકુંવરબા હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ (PDU) ખાતે ખાસ હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કુલ 20 બેડ (દરેક હોસ્પિટલમાં 10-10) ખાસ કરીને ગરમીના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ સાથે તમામ આરોગ્ય કેન્દ્રોને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે. દરેક આરોગ્ય કેન્દ્રો પર આઈસ પેક્સ, પૂરતો દવાઓનો જથ્થો અને ઓઆરએસ ઉપલબ્ધ છે. ગત વર્ષની જેમ જ બીઆરટીએસ બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો પર પણ પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવનાર છે. હીટવેવથી આ રીતે બચવા મનપાની માર્ગદર્શિકા ક્યારે તબીબી મદદ લેવી? ડો. વાંકાણીએ લુ લાગવાના લક્ષણો જણાવતાં કહ્યું કે, જો કોઈને વધુ પડતો પરસેવો થાય, અશક્તિ લાગે, સ્નાયુઓમાં ખેંચાણ થાય, ચક્કર આવે કે ઉબકા-ઉલ્ટી થાય, તો તેને સામાન્ય બાબત ગણીને અવગણવી નહીં. આ લક્ષણો હીટ સ્ટ્રોકના હોઈ શકે છે. આવા કિસ્સામાં દર્દીને ઠંડી જગ્યાએ લાવી તરત જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર લઈ જવો અથવા ઈમરજન્સીમાં 108નો સંપર્ક કરવો. રાજકોટ મહાપાલિકા આકરા ઉનાળામાં નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે અને જનતાને પણ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ તેમણે કરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચાયતમાં ટાઈ પડતા ‘આપ’ના સભ્યોના પરબધામમાં શપથ:​જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-આપ વચ્ચે જંગ, પક્ષ પલટો ન થાય તે હેતુથી વિજેતા સભ્યોને લઈને યાત્રાધામ પહોંચ્યા
    Next Article
    જગદિશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં:કહ્યું- 'રાજ્યમાં જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરનાર કોંગ્રેસના બે નેતાઓને બનાસની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment