Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરપુરામાં ગેરકાયદેસર હથિયાર ઝડપાયા:બે બંદૂક, કારતૂસ સાથે એક શખસની ધરપકડ

    9 hours ago

    પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અમરપુરા ગામે એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે સાહીદ સબમર્શીબલ પંપ નામની દુકાનમાંથી દેશી હાથ બનાવટની બે બંદૂક, કારતૂસ અને હથિયાર બનાવવાની સામગ્રી સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પાટણ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એ.હેડ.કોન્સ. પ્રવિણદાન લક્ષ્મણદાન અને અ.પો.કોન્સ. જગદીશકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે અમરપુરા ગામે એકતા ચોકડી પાસે આવેલી સાહીદ સબમર્શીબલ પંપ નામની દુકાનમાં સાહીદ અબ્બાસ દાઉવા ગેરકાયદેસર હથિયાર રાખે છે. આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાન માલિક સાહીદ અબ્બાસ અલીમદ દાઉવા (ઉ.વ. 38) મળી આવ્યો હતો. દુકાનની તપાસ કરતા લોખંડના ઘોડા નીચે સફેદ થેલીમાં છુપાવેલી 2,500 રૂપિયાની કિંમતની એક નાળ વાળી દેશી બંદૂક અને 10,000 રૂપિયાની કિંમતની બીજી દેશી બંદૂક મળી કુલ બે દેશી બંદૂકો મળી આવી હતી. આ ઉપરાંત 9 નંગ ખાલી કારતૂસ, 14 નંગ લોખંડના છરા તેમજ બંદૂક બનાવવા માટે વપરાતી લોખંડની પાઇપ, લાકડાની ખોળ, સ્પ્રિંગ, ખીલા અને અન્ય સાધનો મળી કુલ 12,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી સાહીદ અબ્બાસે જણાવ્યું હતું કે તે પોતે જ આ બંદૂકો પોતાની દુકાનમાં બનાવતો હતો અને બહારથી ફેંકી દીધેલા ખાલી કારતૂસ એકઠા કરતો હતો. આ મામલે વાગડોદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં 3 મેના રોજ NEET પરીક્ષા:વહીવટી તંત્ર દ્વારા ગેરરીતિ રોકવા સઘન તૈયારીઓ પૂર્ણ
    Next Article
    વલસાડમાં નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ:માસ્ટરમાઈન્ડ સહિત 2 ઝડપાયા, UK-21 વિઝાનું કાવતરું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment