Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ:માસ્ટરમાઈન્ડ સહિત 2 ઝડપાયા, UK-21 વિઝાનું કાવતરું

    8 hours ago

    વલસાડ જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવવાના એક મોટા રેકેટનો વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ કાર્યવાહી કરતા, પોલીસે કાવતરું ઘડનાર દમણના પાસપોર્ટ એજન્ટ અને મુંબઈમાં નકલી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો બનાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ 'UK-21' વિઝાનો લાભ લેવા માટે આ સુનિયોજિત કાવતરું રચ્યું હતું. આ માટે તેઓએ ખોટા નામ-સરનામાવાળા જન્મના પ્રમાણપત્ર, આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. SOGની ટીમે તપાસ આગળ વધારતા દમણના ખારીવાડમાં આવેલી 'જેક એન્ટરપ્રાઇઝ' ઓફિસમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી નકલી દસ્તાવેજો બનાવવા માટે વપરાતું લેપટોપ, કલર પ્રિન્ટર, બોન્ડ પેપર અને ફોટો પેપર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં જીજ્ઞેશ ઉર્ફે જેક પટેલ (દમણ), જે નકલી આધારકાર્ડ અને દસ્તાવેજો બનાવનાર મુખ્ય સૂત્રધાર છે, અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા (નાલાસોપારા), જે કાવતરું ઘડનાર પાસપોર્ટ એજન્ટ છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય એજન્ટ હેમંત જગન (દમણ) હાલ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે કુલ રૂ. 85,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 4 મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર સામગ્રીનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ પૈકી જીજ્ઞેશ અને જીતેન્દ્ર અગાઉ પણ દારૂબંધીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલમાં વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને પાસપોર્ટ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અત્યાર સુધી કેટલા લોકોને આવા નકલી દસ્તાવેજો પર પાસપોર્ટ અપાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમરપુરામાં ગેરકાયદેસર હથિયાર ઝડપાયા:બે બંદૂક, કારતૂસ સાથે એક શખસની ધરપકડ
    Next Article
    Ukraine Bets On Battlefield AI As The Race For Weapons Autonomy Intensifies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment