Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં 3 મેના રોજ NEET પરીક્ષા:વહીવટી તંત્ર દ્વારા ગેરરીતિ રોકવા સઘન તૈયારીઓ પૂર્ણ

    10 hours ago

    પંચમહાલ જિલ્લામાં આગામી 3 મે, 2026ના રોજ NEET પરીક્ષા યોજાશે. આ પરીક્ષા કોઈપણ ગેરરીતિ વગર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં NEET 2026ની પરીક્ષા માટે કુલ ચાર કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સરકારી પોલિટેકનિક કોલેજ, ગોધરા; સરકારી ઇજનેરી કોલેજ, છબનપુર; કેન્દ્રીય વિદ્યાલય, ગોધરા; અને જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુરનો સમાવેશ થાય છે. પરીક્ષાના નોડલ અધિકારી તરીકે ગોધરા પ્રાંત અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પોલીસના નોડલ અધિકારી તરીકે ગોધરા ડીવાયએસપી ફરજ બજાવશે. પરીક્ષાના પેપર અને ઉત્તરવહીઓ માટેના સ્ટ્રોંગ રૂમ પર હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રોને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત, તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે ડ્યુટી મેજિસ્ટ્રેટ તેમજ પીઆઇ કક્ષાના પોલીસ અધિકારીઓ હાજર રહેશે. પરીક્ષા શરૂ થતાં પહેલાં તમામ વિદ્યાર્થીઓનું સઘન ફ્રિસ્કિંગ (તપાસ) કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે કંઈ પણ સાથે ન લાવવા અપીલ કરવામાં આવી છે. પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને પેન સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ કેન્દ્ર પરથી જ પૂરી પાડવામાં આવશે. ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રો ઉપર મેડિકલ ટીમ પણ હાજર રહેશે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે NEETની પરીક્ષામાં ખાનગી સેન્ટરમાં ગંભીર ગેરરીતિઓનો મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસ હાલમાં સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ વર્ષે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડોનાલ્ડ ટ્રમ્પનું મગજ ઠેકાણે છે?:અમેરિકી મહિલા સાંસદે રાષ્ટ્રપતિની માનસિક સ્થિતિ પર ઉઠાવ્યા સવાલ, રક્ષામંત્રીએ કહ્યું- બાઈડનને આ કેમ નહોતું પૂછ્યું
    Next Article
    અમરપુરામાં ગેરકાયદેસર હથિયાર ઝડપાયા:બે બંદૂક, કારતૂસ સાથે એક શખસની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment