Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન:પોલીસે કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે 'વરઘોડો' કાઢ્યો, અડધા કિલોમીટર સુધી ચલાવ્યા

    11 hours ago

    મહેસાણા શહેરના વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારના ભાણાની ચકચારી હત્યાના મામલે પોલીસે આરોપીઓનો 'વરઘોડો' કાઢ્યો હતો. હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને આજે તપાસના ભાગરૂપે તાવડિયા ચોકડી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં હત્યા નિપજાવવામાં આવી હતી તે સ્થળે પોલીસે સમગ્ર ઘટનાનું ઝીણવટભર્યું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ભરબપોરે ઉઘાડા પગે આરોપીઓની પરેડ પોલીસે ગુનેગારોમાં કાયદાનો ભય બેસાડવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું. વિસનગર લિંક રોડ પર અડધા કિલોમીટર સુધી આરોપીઓને ચલાવવામાં આવ્યા. કાળઝાળ ગરમી વચ્ચે આરોપીઓનો ઉઘાડા પગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ધોમધખતા તાપમાં પોલીસની આ કડક કાર્યવાહી જોઈને અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. વરઘોડો' જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા પોલીસની આ કાર્યવાહી જોવા માટે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડને જોતા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દ્વારા મહેસાણા પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને સમાજમાં શાંતિ જાળવવા માટે કાયદાનું શાસન સર્વોપરી રહેશે.
    Click here to Read More
    Previous Article
    ચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાતનો દેશમાં ત્રીજો ક્રમ:53 હજારથી વધુ હેન્ડસેટ માલિકોને પરત મળ્યા, અમદાવાદ 56.70 સ્કોર સાથે ટોચ પર
    Next Article
    સૌરાષ્ટ્ર કચ્છના ડેમોમાં પાણીની ચિંતાજનક સ્થિતિ:ચોમાસુ ખેંચાય તો સૌની યોજના એકમાત્ર સહારો, રાજ્યના 207 જળાશયોમાં 60 ટકા જળસંગ્રહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment