Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાતનો દેશમાં ત્રીજો ક્રમ:53 હજારથી વધુ હેન્ડસેટ માલિકોને પરત મળ્યા, અમદાવાદ 56.70 સ્કોર સાથે ટોચ પર

    12 hours ago

    ગુજરાત પોલીસ દ્વારા ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં નોંધપાત્ર સફળતા મળી છે. સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ગુજરાતે ત્રીજો ક્રમ મેળવીને રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ રિકવરી રેટ નોંધાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં કુલ 53,564 મોબાઈલ હેન્ડસેટ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે, જે 46.71 ટકા રિકવરી રેટ દર્શાવે છે. ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ સિદ્ધિ શક્ય બની છે. કેન્દ્ર સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલ અને CEIR મોડ્યુલનો અસરકારક ઉપયોગ કરીને મોબાઈલ ટ્રેકિંગ અને રિકવરી કામગીરીને વેગ મળ્યો છે. રાષ્ટ્રીય સ્તરે મોબાઈલ રિકવરીનો દર 32.6 ટકા છે, જ્યારે ગુજરાત તેમાં ઘણું આગળ છે. દેશમાં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ મોબાઈલ બ્લોક રાજ્યમાં મોબાઈલ બ્લોક કરવાની કામગીરીમાં પણ નોંધપાત્ર કામગીરી થઈ છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ મોબાઈલ બ્લોક થયા છે, જેમાંથી ગુજરાતમાં જ 1.83 લાખથી વધુ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. અમદાવાદ 56.70 સ્કોર સાથે રાજ્યમાં ટોચ પર વર્ષ 2025-26 દરમિયાન જિલ્લાવાર કામગીરીમાં અમદાવાદ શહેર પ્રથમ ક્રમે રહ્યું છે. અમદાવાદમાં 25,500 બ્લોક વિનંતીઓ સામે 4,935 મોબાઈલ રિકવર થયા છે અને 56.70 સ્કોર સાથે ટોચ પર સ્થાન મેળવ્યું છે. ડાંગ જિલ્લામાં 77.33 ટકા જેટલો ઊંચો એક્યુરસી સ્કોર નોંધાયો છે, જે તેને બીજા સ્થાને લઈ જાય છે. જ્યારે ભાવનગર જિલ્લો 53.44 સ્કોર સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. રાજ્ય પોલીસ વડાએ શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા ગુજરાત LSA દ્વારા અમલમાં મુકાયેલા CEIR રેન્કિંગ ફ્રેમવર્ક હેઠળ આ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેક્નોલોજી આધારિત પોલીસિંગને પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે મોબાઈલ રિકવરીમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવાનો, ચોરાયેલા મોબાઈલનો દુરુપયોગ અટકાવવાનો અને ટેલિકોમ છેતરપિંડી પર નિયંત્રણ મેળવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    વટવામાં 34 વર્ષ પહેલાં થયેલી હત્યાનો મામલો:ઘટના સ્થળે દર શુક્રવારે યુવક દીવો અને અગરબતી કરતો, મુખ્ય આરોપી ઝડપાયો
    Next Article
    ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન:પોલીસે કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે 'વરઘોડો' કાઢ્યો, અડધા કિલોમીટર સુધી ચલાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment