Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર કચ્છના ડેમોમાં પાણીની ચિંતાજનક સ્થિતિ:ચોમાસુ ખેંચાય તો સૌની યોજના એકમાત્ર સહારો, રાજ્યના 207 જળાશયોમાં 60 ટકા જળસંગ્રહ

    10 hours ago

    રાજ્યમાં એક તરફ હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 60 ટકા જળસંગ્રહ થયેલો છે. જો કે, સૌરાષ્ટ્રના જાળાશયોમાં 44 ટકા અને કચ્છના જળાશયોમાં 36 ટકા જ જથ્થો બચ્યો હોય ચિંતાજનક સ્થિતિ છે. જો આગામી ચોમાસુ મોડુ બેસે તો આ બંને ઝોનમાં પાણીની ખેંચ પડી શકે છે અને આ ઝોન જિલ્લાઓમાં સરકારે સૌની યોજનાથી વધુ પાણી પહોંચાડવું પડી શકે છે. રાજ્યનાી 80 જળાશયોમાં 25 ટકા કરતા ઓછું પાણી જળાશયોની ક્ષમતા મુજબની સ્થિતિ પર નજર કરીએ તો માત્ર 2 જળાશયો 100% કે તેથી વધુ ભરાયેલા છે. 70% થી 100% વચ્ચે 19 જળાશયો છે, જ્યારે 50% થી 70% વચ્ચે 51 જળાશયો છે. સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે 80 જળાશયોમાં 25% થી પણ ઓછું પાણી બચ્યું છે, જે આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધારવાની સંભાવના દર્શાવે છે. ચોમાસું મોડું બેસે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીનું સંકટ સર્જાઈ શકે હાલની સ્થિતિ ગયા વર્ષની સરખામણીએ થોડી સારી માનવામાં આવી રહી છે. 29 એપ્રિલ 2025ના રોજ રાજ્યમાં 51.67% પાણીનો જથ્થો હતો, જ્યારે આ વર્ષે તે વધીને 60.32.90% થયો છે, એટલે કે લગભગ 9નો વધારો નોંધાયો છે. આંકડા દર્શાવે છે કે રાજ્યમાં પાણીની સ્થિતિ હજી નિયંત્રણમાં છે, પરંતુ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પાણી સંકટની શક્યતા યથાવત છે. આગામી સમયગાળામાં વરસાદ પર રાજ્યની સ્થિતિ નિર્ભર રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન:પોલીસે કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે 'વરઘોડો' કાઢ્યો, અડધા કિલોમીટર સુધી ચલાવ્યા
    Next Article
    શિકારી સાવજનો 37 સેકન્ડનો અદભૂત VIDEO:એક જ છલાંગમાં ગાયને પછાડી દીધી; ગામની શેરીમાં શાહી મીજબાની માણી, અમરેલીના ખાંભાના CCTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment