Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઈ:પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગની નવી ટીમની વરણી

    8 hours ago

    સુરેન્દ્રનગર શહેરની ઓમકાર વિદ્યાલય ખાતે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનના મજબૂતીકરણ અને આગામી વર્ષના શૈક્ષણિક લક્ષ્યાંકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કારોબારી બેઠકમાં ગત વર્ષના હિસાબો રજૂ કરાયા હતા. આ ઉપરાંત, આગામી વર્ષનું શૈક્ષણિક આયોજન અને મંડલ રચના બાબતે પણ ગહન ચર્ચા થઈ હતી. આ પ્રસંગે પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી અને પ્રાથમિક સંવર્ગ સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત સભ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં પ્રાથમિક સંવર્ગ માટે નવી જિલ્લા કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ મંત્રી તરીકે રણછોડભાઈ કટારીયા, જિલ્લા અધ્યક્ષ તરીકે દશરથસિંહ અસવાર, જિલ્લા મહામંત્રી તરીકે જીગ્નેશભાઈ આલ, જિલ્લા સંગઠન મંત્રી તરીકે શિવુભા ચાવડા, જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે અનિલભાઈ મકવાણા, જિલ્લા કોષાધ્યક્ષ તરીકે દિનેશભાઈ જોશી અને જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે મીનાબેન પટેલની નિયુક્તિ કરાઈ હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે પણ નેતૃત્વની ફાળવણી કરવામાં આવી હતી. આ વિભાગમાં જિલ્લા અધ્યક્ષ તરીકે મિતરાજસિંહ પરમાર અને જિલ્લા મહામંત્રી તરીકે હિતેશભાઈ કણજરીયાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ડોક્ટર પર હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ:વડોદરા સયાજી હોસ્પિટલમાં મધ્યસ્થી કરવા કલેક્ટર અને જોઈન્ટ CP દોડી આવ્યા
    Next Article
    સુરેન્દ્રનગરમાં ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત:આપઘાતનું કારણ અકબંધ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment