Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂથ અથડામણ:હિંમતનગરના નવા બળવંતપુરા ગામમાં વરઘોડામાં ડાન્સ બાબતે જૂથ અથડામણ

    8 hours ago

    ​હિંમતનગર તાલુકાના નવા બળવંતપુરા ગામે લગ્નના વરઘોડામાં નાચવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. 27 અને 28 એપ્રિલ દરમિયાન થયેલી આ ઘટનામાં મહિલાઓ સહિતને ઈજાઓ પહોંચતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષોએ સામસામી ફરિયાદો નોંધાવી છે. ​ રણજીતસિંહ મોતીસિંહ પરમારે ચાર શખ્સો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ અનુસાર, 27 એપ્રિલની રાત્રે ગામમાં સિદ્ધરાજસિંહનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં રણજીતસિંહના પુત્રો અને પુત્રવધૂ ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન જાલમસિંહ દલપતસિંહ મકવાણાએ રણજીતસિંહના પુત્ર નવલસિંહને ધક્કો મારી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ અન્ય લોકો અમિતસિંહ, યુવરાજસિંહ અને કિરણસિંહ મકવાણાએ ભેગા મળી નવલસિંહને માર માર્યો હતો. તકરાર વધતા તમામ લોકોએ ઈંટ અને લાકડી વડે હુમલો કરી રણજીતસિંહની પુત્રવધૂ પાયલબાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બીજા દિવસે પણ આ લોકોએ લાકડીઓ સાથે હુમલો કરી વચ્ચે પડેલા જનકબાને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ​સામા પક્ષે શોભનાબેન નરેશસિંહ ઝાલાએ પણ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વરઘોડામાં ડાન્સ કરતી વખતે જાલમસિંહ સાથે નવલસિંહ અને વિષ્ણુસિંહ અથડાયા હતા. વચ્ચે કેમ આવે છે તેમ કહી આ લોકોએ બોલાચાલી કરી હતી. ત્યારબાદ રણજીતસિંહ મોતીસિંહ પરમાર, સુરેશસિંહ, વિષ્ણુસિંહ અને નવલસિંહ લાકડીઓ સાથે ધસી આવી હુમલો કર્યો હતો. વિષ્ણુસિંહે શોભનાબેનને હાથે લાકડી મારી હતી, જ્યારે નવલસિંહે અમિતસિંહ અને અગરસિંહને લાકડી મારી ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જતી વખતે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉભરાણ બેઠકનો ચૂંટણી જંગ ભારે રસપ્રદ બન્યો:અરવલ્લી જિલ્લા પંચાયતની ઉભરાણ બેઠક ઉપર કોંગ્રેસમાં કાકી હાર્યા :ભાજપમાંથી ભત્રીજીની જીત
    Next Article
    ખેડૂતોમાં ઉઠી નુકસાનીની ફરિયાદ:મકાઈના ભાવ રૂ. 120થી 130 ઓછા મળતાં ખેડૂતોમાં કચવાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment