Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોમાં ઉઠી નુકસાનીની ફરિયાદ:મકાઈના ભાવ રૂ. 120થી 130 ઓછા મળતાં ખેડૂતોમાં કચવાટ

    4 days ago

    અરવલ્લી જિલ્લામાં આવેલા માર્કેટયાર્ડમાં જાહેર હરાજીમાં ખેડૂતોને મકાઈના પ્રતિ એક મણના રૂપિયા 120થી 130 ઓછા મળતા હોવાની ખેડૂતોની બૂમ ઉઠી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે મકાઈના ટેકાના ભાવો પ્રતિ એક મળે રૂપિયા 480 નક્કી કર્યા છે. તેની જગ્યાએ ખેડૂતોને પ્રતિ એક રૂપિયા 83થી 120થી 130 ઓછા મળતા ખેડૂતોને નુક્સાની જઈ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. મોડાસા માર્કેટ યાર્ડમાં તારીખ 29 એપ્રિલે મકાઈના જાહેર હરાજીમાં ભાવો રૂપિયા 350થી 397 બોલાતા ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન 27 હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકની વાવણી કરી હતી છેલ્લા 15 દિવસથી મોડાસા બાયડ ધનસુરા માલપુર જેવા માર્કેટયાર્ડમાં મકાઈના પાકની આવક શરૂ થઈ છે પરંતુ માર્કેટયાર્ડમાં જાહેર હરાજીમાં ખેડૂતોને મકાઈના ભાવ પ્રતિ એક મણના 346.326.357 .320 થી શરૂ થઈને 360 થી 380 સુધીના ભાવ બોલાતા આ વર્ષે ખેડૂતોને મકાઈના પાકમાં નુકસાની જવાની દહેશત સેવાય રહી છે મોડાસા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહમાં 3000 કરતા વધુ મકાઈની બોરીની આવક થઈ હોવાનું નોંધાયું છે મોડાસા માર્કેટ યાર્ડમાં 29 એપ્રિલ એ જાહેર હરાજીમાં મકાઈના પતિ એક મણના ભાવ ₹350થી 397 બોલાયા હતા. પરિણામે ખેડૂતો ને સરકારે નક્કી કરેલ મકાઈના પ્રતિ એક મણ એટલે કે 20 કિલો ના 480 ટેકાના ભાવો કરતા રૂપિયા 120 થી 130 ઓછા મળતા હોવાથી જગતનો તાત લાચાર બન્યો છે
    Click here to Read More
    Previous Article
    જૂથ અથડામણ:હિંમતનગરના નવા બળવંતપુરા ગામમાં વરઘોડામાં ડાન્સ બાબતે જૂથ અથડામણ
    Next Article
    ઓમકારેશ્વરમાં માલપુરના યુવાનને સન્માનિત કરાયા‎:ભારતનું આધ્યાત્મિક દર્શન વિશ્વમાં દિવ્ય કાર્ય શંકરદૂત દ્વારા કરાશે: સ્વામી અવધેશાનંદજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment