Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓમકારેશ્વરમાં માલપુરના યુવાનને સન્માનિત કરાયા‎:ભારતનું આધ્યાત્મિક દર્શન વિશ્વમાં દિવ્ય કાર્ય શંકરદૂત દ્વારા કરાશે: સ્વામી અવધેશાનંદજી

    2 days ago

    મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતે આયોજિત એકાત્મક પર્વ નિમિત્તે દેશના જુદા જુદા રાજ્યમાંથી આવેલા 700થી વધુ યુવાનોને શંકર દૂત તરીકે દીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસંગે અરવલ્લીના માલપુરના યુવા શંકરદૂત હર્ષુ પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતે આદિ ગુરુ આદિ શંકરાચાર્યના જન્મોત્સવ પર આયોજિત એકાત્મ પર્વ ના સમાપન સમારોહ ખાતે માંધાતા પર્વત ઓમકારેશ્વર ખાતે આયોજિત એકાત્મ પર્વ પર જૂના અખાડા પિઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદજી મહારાજ, મધ્યપ્રદેશ સરકાર ના સાંસ્કૃતિક મંત્રી ધર્મેન્દ્ર લોધીજી, ચિન્મય મિશનના સ્વામી તેજોમયાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં કેમ્પ કોર્ડીનેટર તરીકે શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમજ અદ્વૈતના પ્રચાર પ્રસારમાં યોગદાન આપવા બદલ અરવલ્લી જિલ્લા યુથ આઇકન, શંકરદુત હર્ષુ પંડ્યાનું આચાર્ય શંકર સાંસ્કૃતિક એકતા ન્યાસ મધ્યપ્રદેશ સરકાર દ્વારા સન્માન પત્ર તેમજ ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂના અખાડા આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદજી મહારાજે જણાવ્યું હતું કે ભારતનું આધ્યાત્મિક દર્શન સમગ્ર વિશ્વમાં પ્રભાવિત રૂપે પ્રસ્તુત કરવામાં આવે અને આ દિવ્ય કાર્ય દીક્ષિત શંકરદૂત દ્વારા કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. આચાર્ય શંકર સાંસ્કૃતિક એકતા ન્યાસ, ડો.મનીષકુમારજીએ જણાવ્યું હતું કે આ પ્રસંગે 700થી વધુ યુવાનોને શંકરદૂત તરીકે દીક્ષા આપવામાં આવી હતી. અદ્વૈત યુવા જાગરણ શિબિર દ્વારા દેશ વિદેશના યુવાનોને વેદાંત ધ્યાન, શાસ્ત્રાર્થ અને વૈદિક પરંપરાઓનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ પ્રસંગે વિવિધ સંતો મહંતો, નવયુવાનો તેમજ શ્રી આચાર્ય શંકર સાંસ્કૃતિક એકતા ન્યાસ સહાયક નિર્દેશક ડો.શુભમ ચૌહાણ, અંકિત સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોમાં ઉઠી નુકસાનીની ફરિયાદ:મકાઈના ભાવ રૂ. 120થી 130 ઓછા મળતાં ખેડૂતોમાં કચવાટ
    Next Article
    સમગ્ર પંથકે એક ‘સંત હૃદય’ ગુમાવ્યું:ટીંટોઈના સેવાભાવી અને શામળાજી અન્ન ક્ષેત્રના સક્રિય સેવક સદા દાદાનું નિધન થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment