Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉભરાણ બેઠકનો ચૂંટણી જંગ ભારે રસપ્રદ બન્યો:અરવલ્લી જિલ્લા પંચાયતની ઉભરાણ બેઠક ઉપર કોંગ્રેસમાં કાકી હાર્યા :ભાજપમાંથી ભત્રીજીની જીત

    7 hours ago

    અરવલ્લી જિલ્લા પંચાયતની સૌથી મહત્વની ગણાતી ઉભરાણ બેઠક ઉપર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક જ પરિવારના કાકી ભત્રીજી કોંગ્રેસ ભાજપમાંથી સામસામે ઉતરતા જિલ્લામાં સગા કાકી ભત્રીજી વચ્ચેનો ચૂંટણી જંગ ભારે રસપ્રદ બન્યો હતો. જોકે આ ચૂંટણી જંગમાં આપના ઉમેદવાર અને ઉભરાણ ગ્રામ ગામ પંચાયતના પૂર્વ સરપંચના પત્નીએ જંગી મત મેળવીને કોંગ્રેસ ભાજપના બંને ઉમેદવારોને હંફાવ્યા હતા. જિલ્લા પંચાયતની 28 ઉભરાણ બેઠક ઉપર ભાજપે મૂળ માલપુર તાલુકાના ટુનાદરના પૂર્વ ધારાસભ્ય ભીખી બેન ગીરવતસિંહ પરમારના પુત્રવધુ ક્રિષ્ના કુમારી શૈલેન્દ્રસિંહ પરમારને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. બીજી બાજુ કોંગ્રેસે પણ દાવ ખેલીને સખવાણીયા ગ્રામ પંચાયતમાં સતત ત્રણ ટર્મ કરતા વધુ સમય સરપંચ તરીકે રહેલા ભેમપોડાના ભાથીભાઈ સરદારભાઈ ખાંટ અને તેમના ધર્મપત્ની પૂર્વ સરપંચ ઉષાબેન ભાથીભાઈ ખાંટને કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જિલ્લામાં 23 હજાર કરતાં વધુ મતદાર ધરાવતી આ બેઠક ઉપર બેઠક ઉપર સૌથી વધુ ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ હોવાથી ચૂંટણીમાં ભાજપમાંથી ઊભા રહેલા કૃષ્ણકુમારી પરમાર અને તેમના કાકી ઉષાબેન ખાંટને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ભાજપ એ એક જ પરિવારમાં ટિકિટ ફાળવીને તુક્કો અજમાવ્યો હતો. આ બેઠક ઉપર મોટાભાગના ઠાકોર સમાજના ગામડા આવતા હોવાથી બંને કાકી ભત્રીજીના મોટાભાગના ગામડાઓમાં સંબંધીઓ વસતા હોવાથી મત કોંગ્રેસ ભાજપમાંથી કોને આપવો તે અંગે પણ તેના સંબંધીઓ મૂંઝવણમાં મુકાયા હતા. ચૂંટણી બાદ પરિવારમાં કાકી ભત્રીજીના સંબંધો અકબંધ જિલ્લા પંચાયતમાં ચૂંટણી જંગ જીતવા માટે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવ્યું હતું બીજી બાજુ આ જ બેઠક ઉપર ઉભરાણ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મહેશભાઈ મોહનભાઈ પટેલના પત્ની પારસબેન મહેશભાઈ પટેલને આપે ચૂંટણી જંગમાં ઉતરતા ચૂંટણી જંગ પેચીદો બન્યો હતો અને આ ચૂંટણીમાં 16,439 મતદારોએ મતદાન કર્યું હતું. બીજી બાજુ એક જ પરિવારમાં કોંગ્રેસ ભાજપ ની ટિકિટ ફાળવણીને લઈને આપે પણ તેનો ફાયદો ઉઠાવીને જોર શોર થી પ્રચાર કર્યો હતો આ ત્રિકોણીય ચૂંટણી જંગમાં કોંગ્રેસને 5120 મત મળ્યા હતા આપને 5274 અને ભાજપને 5710 મત મળતા ક્રિષ્ના કુમારી શૈલેન્દ્રસિંહ પરમાર વિજય થયા હતા. જોકે ચૂંટણી બાદ પરિવારમાં કાકી ભત્રીજીના સંબંધો અકબંધ હોવાનું જાણવા મળેલ છે આ બેઠક ઉપર એક અન્ય મહિલા ને પણ 233 મત મળ્યા હતા
    Click here to Read More
    Previous Article
    Uber enters hotel business, adds AI voice booking in push to become a ‘super app’
    Next Article
    જૂથ અથડામણ:હિંમતનગરના નવા બળવંતપુરા ગામમાં વરઘોડામાં ડાન્સ બાબતે જૂથ અથડામણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment