Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:ભીલડી નજીક વાહનની ટક્કરે બાઈક પર દીકરીના ઘરેથી પરત ફરતા વૃદ્ધનું મોત

    9 hours ago

    કાંકરેજના લક્ષ્મીપુરાના વૃદ્ધ ડીસાથી દીકરીના ઘરે જઈ બાઈક પર પરત ફરતા રવિવારે રાત્રે આશરે 10:30 થી 11:00 વાગ્યાના સુમારે ભીલડી-શિહોરી હાઈવે પર વાહન ચાલકે ટક્કર મારી ભાગી ગયો હતો. વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાંકરેજના લક્ષ્મીપુરા ગામના વતની પ્રભાતજી હેમચંદજી ઠાકોર બાઈક (જીજે-08-સીપી-4511) લઈને ડીસા ખાતે પોતાની દીકરીના ઘરે ગયા હતા. રવિવારે રાત્રે આશરે 10:30 થી 11:00 વાગ્યાના સુમારે તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે જનક પાર્લર પાસે અજાણ્યા વાહને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં પ્રભાતજીને બંને પગે ગંભીર ઈજાઓ તેમજ માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. 108 મારફતે ડીસા અને ત્યારબાદ પાલનપુર સિવિલ ખસેડાયા હતા. વધુ ગંભીર હાલત જણાતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે બપોરે 2 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. જેથી મૃતકના ભત્રીજા રમેશજી જવેરજી ઠાકોરે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:એક્ઝિટ પોલ મુજબ બંગાળ-આસામમાં ભાજપની સરકાર, ટ્રમ્પે રાઇફલ ઉપાડી ઇરાનને ધમકી આપી, આજે 12 રાજ્યમાં વાવાઝોડાનો ખતરો
    Next Article
    જિલ્લાની 9 તા. પંચાયતોમાં તાજપોષીની તૈયારી:રાધનપુર તા. પં.માં SC બેઠક હોય એકમાત્ર રમેશ પરમાર જીત્યા હોય પ્રમુખ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment