Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાની 9 તા. પંચાયતોમાં તાજપોષીની તૈયારી:રાધનપુર તા. પં.માં SC બેઠક હોય એકમાત્ર રમેશ પરમાર જીત્યા હોય પ્રમુખ બનશે

    10 hours ago

    ​પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ હવે સત્તાનું સુકાન કોણ સંભાળશે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની કુલ 9 તાલુકા પંચાયતોમાં આ વખતે નારી શક્તિનું વર્ચસ્વ જોવા મળશે.અનામત બેઠકોના ગણિત મુજબ 50 ટકાથી વધુ એટલે કે 5 તાલુકાઓમાં મહિલા પ્રમુખ બિરાજમાન થશે,જ્યારે 4 તાલુકાઓમાં પુરુષ પ્રમુખ શાસન ધૂરા સંભાળશે. જેમાં રાધનપુર તાલુકા પંચાયતમાં અત્યારથી જ પ્રમુખ પદ માટેના ઉમેદવાર નક્કી થઈ જવા પામ્યા છે. તો બીજી તરફ સરસ્વતી પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાસે સરખા ઉમેદવારો જીત્યા હોય પ્રમુખ પદ માટે જ નહીં લડાઈ હવે સત્તા પક્ષ માટેની પણ હોય તોડજોડની નીતિ શરૂ થઈ જવા પામી છે. સત્તા પર કોઈપણ પક્ષ આવે પરતું બેઠક સામાન્ય સ્ત્રીની હોય મહિલા જ પ્રમુખ બનશે. ​પાટણ, સમી, શંખેશ્વર અને સરસ્વતીમાં સામાન્ય સ્ત્રી પ્રમુખ બનશે. ચાણસ્મામાં સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) મહિલા માટે બેઠક અનામત છે. બીજી તરફ, રાધનપુરમાં અનુસૂચિત જાતિ (SC) અને સિદ્ધપુરમાં SEBC પુરુષ ઉમેદવાર પ્રમુખ બનશે. હારિજ અને સાંતલપુરમાં સામાન્ય બેઠકના વિજેતા ઉમેદવારના ફાળે પ્રમુખપદ જશે.આમ ચૂંટણી જીત્યા પછી પ્રમુખ માટે હોડ લાગી છે.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:ભીલડી નજીક વાહનની ટક્કરે બાઈક પર દીકરીના ઘરેથી પરત ફરતા વૃદ્ધનું મોત
    Next Article
    ગોગા મહારાજના મંદિરમાં થઈ ચોરી:ગેરીતા ગામમાં સોનાનું છત્તર સહિત 12.61 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment