Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના ખદલપુરનો કિસ્સો:જમીન વળતર માટે ખોટું રેકર્ડ બનાવ્યું

    9 hours ago

    મહેસાણા તાલુકાના ખદલપુર ગામે બે ભાઈઓના સંયુક્ત નામે ચાલતી જમીન ઓએનજીસીએ સંપાદન કર્યા બાદ તેનું વાર્ષિક એક લાખ રૂપિયાનું વળતર મેળવવા માટે એક ભાઈએ બીજા ભાઈની ખોટી સહીને આધારે નોટરી કરી ખોટું અધિકાર પત્ર બનાવ્યું હતું. જે મામલે સગાભાઈ સહિત બે સામે લાંઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કડીના કરણનગર રોડ પર પરમાનંદ સિટીમાં રહેતા મહેશકુમાર બાબુલાલ પટેલ અને તેમના મોટાભાઈ પટેલ રાજેન્દ્રકુમાર બાબુલાલે ખદલપુર ગામે સર્વે નંબર 337 વાળી જમીન ભાઈઓ ભાગે ખરીદી હતી. જેમાં જમીનના માલિક તરીકે બંને ભાઈઓનું નામ ચાલતું હતું. ચાર વર્ષ અગાઉ આ મજીયારી જમીન ઓએનજીસી મહેસાણા દ્વારા હંગામી ધોરણે સંપાદિત કરેલ હોય તે પ્રક્રિયા તેમના ભાઈએ કરી હતી. તેમને જાણવા મળ્યું કે, ઓએનજીસી સંપાદિત કરેલી જમીન ઉપર દર વર્ષે ₹1 લાખ રૂપિયા ભાડું આપે છે. આથી તેમણે ઓએનજીસીએ આપેલ ભાડા બાબતે તેમના ભાઈને પૂછતાં તેમણે કોઇ ભાડું આપ્યું નથીનું જણાવ્યું હતું. 2024માં તેમણે ઓએનજીસી મહેસાણા ખાતે ભાડા બાબતે તપાસ કરતાં ખબર પડી હતી કે, 3 ફેબ્રુઆરી 2022ના રોજ રૂ.300ના સ્ટેમ્પ ઉપર તેમના ભાઈ રાજેન્દ્રભાઈએ ઓએનજીસીમાં આ જમીનનો કબજેદાર હું છું અને ભાડું મને એકલાને આપવામાં આવે તેમાં કોઈને કોઈ વાંધાજનક નથી તેની સંમતી આપું છુંનું લખાણ આપ્યું હતું.‎ તેમાં નીચે તેમની અને તેમના ભાઈ તેમજ સાક્ષી તરીકે વાઘેલા‎છનાભાઈ છગનભાઈની સહી હતી. જેને વકીલ સમક્ષ નોટરી કરાવાયું‎હતું. સગા ભાઈએ પોતાની ખોટી સહી કરી સંયુક્ત જમીનની‎માલિકીનું ખોટું અધિકાર પત્ર બનાવી ત્રણ વર્ષ સુધી ઓએનજીસી‎પાસેથી ભાડું વસુલતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે મહેશભાઇ‎પટેલે તેમના સગાભાઈ પટેલ રાજેન્દ્ર બાબુલાલ અને નોટરીમાં સાક્ષી‎તરીકે સહી કરનાર વાઘેલા છનાભાઈ છગનભાઈ સામે લાંઘણજ‎પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસીસ:જિ.પં.માં ઉમેદવારને લઈ બંને પક્ષના ગઢમાં ગાબડાં, ક્યાંક પતિદેવો ફાવ્યા, તો ક્યાંક નોટાએ બાજી બગાડી
    Next Article
    મંદિરમાં ચોરી:ગેરીતામાં ગોગા મહારાજના મંદિરમાંથી સોનાનું છત્તર સહિત 12.61 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment