Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરમાં ચોરી:ગેરીતામાં ગોગા મહારાજના મંદિરમાંથી સોનાનું છત્તર સહિત 12.61 લાખની ચોરી

    8 hours ago

    વિજાપુર તાલુકાના ગેરીતા અને કેલીસણા ગામે બે દિવસમાં ગોગા મહારાજના બે મંદિરોમાં રૂ.14.30 લાખના સોના-ચાંદીના છત્તરો અને આભૂષણો તેમજ ગોગા મહારાજની મૂર્તિઓની ચોરી થતાં હાહાકાર મચી ગયો હતો. વિજાપુર અને વસઈ પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગેરીતા ગામના ધર્મેન્દ્રસિંહ ઈશ્વરજી ચૌહાણ અને તેમના પરિવારના માણસોએ તેમના ખેતરમાં ગોગા મહારાજનું મંદિર બનાવ્યું છે. 27 એપ્રિલના રોજ મંદિરના દરવાજાનું તાળું તૂટેલું હોઇ તપાસ કરતાં એક સોનાનું છત્તર, ચાંદીના નાના-મોટા છત્તર, ચાંદીનું કોડીયું સહિત રૂ.12.61 લાખનો સામાન ચોરાયો હોવાની ખબર પડી હતી. જે અંગે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમજ 28મની રાત્રે નજીકના કેલીસણા ગામે રબારીવાસમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં પણ ચોરી થઇ હતી. આ મંદિરમાંથી નાગની ચાંદીની મોટી મૂર્તિ, બીજી નાની ચાંદીની મૂર્તિઓ, એક પંચ ધાતુની મૂર્તિ સહિત કુલ રૂ.1.70 લાખની મત્તા ચોરાઈ હોવાની ખબર પડી હતી. ગામના શંભુભાઈ રબારીએ ત્રણ જેટલા માણસોને મંદિરમાં ચોરી કરીને ભાગતા જોયા હતા. આથી જયરામભાઈ રબારીએ વસાઈ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પંથકના બે ગામમાં બે દિવસમાં ચોરોએ લાખોની કિંમતના સોના ચાંદીના છત્તરોની ચોરી કરતાં ગામલોકોમાં ભય છવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના ખદલપુરનો કિસ્સો:જમીન વળતર માટે ખોટું રેકર્ડ બનાવ્યું
    Next Article
    ‘Completely disappeared’: No watermelon found in Pydhonie markets, leaving FDA unable to check if others were affected

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment