Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:જિ.પં.માં ઉમેદવારને લઈ બંને પક્ષના ગઢમાં ગાબડાં, ક્યાંક પતિદેવો ફાવ્યા, તો ક્યાંક નોટાએ બાજી બગાડી

    8 hours ago

    પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપે 32માંથી 19 બેઠકો જીતી સત્તા તો જાળવી રાખી છે, પરંતુ ગત વખતની સરખામણીએ બે બેઠકો ગુમાવવી પડી છે. સામે પક્ષે કોંગ્રેસે 11 થી વધીને 13 બેઠકો પર કબજો જમાવી વિપક્ષ તરીકે પોતાની તાકાત વધારી છે. આ ચૂંટણીમાં જ્ઞાતિવાદ, પરિવારવાદ અને ‘નોટા’ (NOTA) નિર્ણાયક પરિબળો સાબિત થયા છે. ભાજપે કોંગ્રેસનો બે ટર્મથી ગઢ રહેલ રણુજ અને રાધનપુર ની મેમદાવાદ બેઠક આંચકી છે, તો કોંગ્રેસે બાલીસણા અને કુણઘેર જેવા ભાજપના મજબૂત ગઢમાં ગાબડાં પાડ્યા છે. જનતાએ અનેક બેઠકો પર ચહેરા બદલીને પરિવર્તનનો મિજાજ સ્પષ્ટ કર્યો છે. જે દર્શાવે છે તે ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષ નહીં પરંતુ ચેહરાઓ ઉપર જનતાએ પસંદગી ઉતારી છે. ભાસ્કર એનાલિસિસ અલગ-અલગ કિસ્સાઓ અને રસપ્રદ જંગ મતદારોએ પક્ષ નહી વિસ્તારમાં કોણ વધુ પ્રાપ્ય રહેશે, તે જોઈ મતદાન કર્યું ભાજપ રાધનપુર અને પાટણ (રણુજ) પટ્ટામાં કોંગ્રેસના આંતરિક વિખવાદનો લાભ લેવામાં સફળ રહ્યો. જ્યારે કોંગ્રેસ પાટણ તાલુકાની આસપાસના વિસ્તારોમાં એન્ટી-ઈન્કમ્બન્સી અને ધારાસભ્યના પ્રભાવ હેઠળ મજબૂત બની છે. મતદારોએ પક્ષની વિચારધારા કરતા પોતાના વિસ્તારમાં કોણ વધુ પ્રાપ્ય રહેશે, તે જોઈને મતદાન કર્યું છે. જિ.પં. માં જીત મળી હવે પ્રમુખ કોણ ? - જિલ્લા પંચાયત : ( સામાન્ય બેઠક ) જિલ્લા પંચાયતમાં આ વખતે સામાન્ય બેઠક પ્રમુખ પદ માટે અનામત છે. ચૂંટણી પૂર્વે રાજકીય વર્તુળોમાં આ ધીણોજ ની બેઠક પ્રમુખ પદ માટે ચર્ચા બની હતી. પ્રમુખ પદ માટે સૌથી વધુ ચર્ચિત નામ ધીણોજ બેઠકના ઉમેદવાર ભાવિક પટેલનું નામ સામે આવી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસના ગઢમાં ગાબડાં પડ્યાં
    Click here to Read More
    Previous Article
    Two water bottles, ORS packets and a cap: How a Census enumerator is racing the sun in Odisha
    Next Article
    મહેસાણાના ખદલપુરનો કિસ્સો:જમીન વળતર માટે ખોટું રેકર્ડ બનાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment