Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાફા કાંડ બાબતે નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ:દશેરા ટેકરી લાફા કાંડમાં ઉમેદવારના સસરા સામે આખરે એટ્રોસિટીની ફરિયાદ

    10 hours ago

    નવસારીના દશેરા ટેકરી વોર્ડ-13ના મતદાન મથક પાસે કોંગ્રેસના ઉમેદવારને ભાજપના મહિલા ઉમેદવારના સસરા દ્વારા જાહેરમાં લાફો મારવાના કાંડમાં એટ્રોસિટીની અરજી પોલીસ મથકમાં કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી તા.26 એપ્રિલના રોજ હતી. તે દિવસે કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડની પુત્રી સાથે બોલાચાલી કરનાર ભાજપના બુથ એજન્ટ સાથે વિવાદ બાદ મારામારી થઈ હતી જેનું સમાધાન થયું હતું, ત્યારબાદ આ વિવાદની જાણ થતા ભાજપ મહિલા ઉમેદવારના સસરા અને નિવૃત ચીફ ઓફિસર સુરેશ શેઠે આવીને કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડને જાહેરમાં લાફા મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું. આ બાબતે નવસારી કોંગ્રેસના કાર્યકારી રાજન જોશી, પરેશ વાટવેચા, વિરેન્દ્ર દેસાઇ, એ.ડી.પટેલ, મનોજ નાયક, બિપીનભાઈ સહિત અગ્રણીઓએ પ્રમોદભાઈ સાથે પોલીસ મથકમાં અરજી આપી હતી. નવસારી શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ રાજન જોશીએ જણાવ્યું કે નવસારી મનપાના વોર્ડ-13માં લાફાકાંડ થયા બાદ એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માટે પોલીસમાં અરજી આપી છે. જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો આવેદનપત્ર આપીશું અને કોર્ટમાં ફરિયાદ કરીશું.
    Click here to Read More
    Previous Article
    રાજકારણમાં આવ્યો ગરમાવો:મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-6માં જીતેલા ભાજપના ઉમેદવારોને ‘આપ'ના ઉમેદવારે હાર પહેરાવતા વિવાદ
    Next Article
    સામાજીક કાર્યકરની ઓનલાઈન ફરિયાદ રંગ લાવી:ધારાગીરીમાં આંગણવાડી સામેની ભયજનક દિવાલ હટાવાતા બાળકો સુરક્ષિત બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment