Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજીક કાર્યકરની ઓનલાઈન ફરિયાદ રંગ લાવી:ધારાગીરીમાં આંગણવાડી સામેની ભયજનક દિવાલ હટાવાતા બાળકો સુરક્ષિત બન્યા

    9 hours ago

    નવસારીના ધારાગીરી વિસ્તારમાં આવેલી આંગણવાડી અને શાલિગ્રામ એપાર્ટમેન્ટની સામેની એક જર્જરિત દિવાલ લાંબા સમયથી અકસ્માતને નિમંત્રણ આપી રહી હતી. આ દિવાલ અત્યંત ભયજનક હાલતમાં હોવાથી સ્થાનિક વાલીઓ અને રહીશોમાં અકસ્માતની સતત ફાળ રહેતી હતી. આ વિસ્તારમાં આંગણવાડીની સાથે નજીકમાં શાળા પણ આવી છે, જેના કારણે નાના બાળકો સતત ત્યાં અવરજવર કરતા હોય છે અને રમતા હોય છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ દિવાલ દૂર કરવા માટે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હતી. આખરે સામાજિક કાર્યકર કપિલ ગૌસ્વામીએ આ ગંભીર મુદ્દે નવસારી મહાપાલિકાની ઓનલાઈન એપ્લિકેશન પર ફરિયાદ નોંધાવી હતી. મનપા તંત્રએ આ ફરિયાદને ગંભીરતાથી લઈ ગણતરીના દિવસોમાં જ આ જોખમી દિવાલને તોડી પાડીને માર્ગ ખુલ્લો કર્યો છે. તંત્રની આ ત્વરિત કામગીરીને પગલે હવે બાળકો સુરક્ષિત બન્યા છે અને વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો છે. સ્થાનિક રહીશોએ ટેકનોલોજીના માધ્યમથી થયેલા આ ઝડપી નિરાકરણની પ્રશંસા કરી છે. હવે કોઇપણ ડર વગર બાળકો રમી શકશે "ધારાગીરીમાં આંગણવાડી સામેની જર્જરિત દિવાલ અંગે અમે અગાઉ પણ મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ પરિણામ મળ્યું નહતું. અંતે મેં નવસારી મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફરિયાદ કરી. આશ્ચર્યજનક રીતે ગણતરીના દિવસોમાં જ તંત્રએ કાર્યવાહી કરી દિવાલ દૂર કરી છે. હવે બાળકો કોઈપણ ડર વગર રમી શકશે.> કપિલ ગૌસ્વામી, સામાજિક કાર્યકર
    Click here to Read More
    Previous Article
    લાફા કાંડ બાબતે નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ:દશેરા ટેકરી લાફા કાંડમાં ઉમેદવારના સસરા સામે આખરે એટ્રોસિટીની ફરિયાદ
    Next Article
    અવસરવાદી પંડિત વિવાદના 46 દિવસ, તપાસ ટીમ 'ગાયબ':BJP ધારાસભ્યોને ચૂપ રહેવાનો મેસેજ, યોગીને પત્ર લખનારા નેતાઓ શાંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment